ખાદ્યતેલના ધંધાર્થીઓ પર ત્રાટકતી મનપા, 16 નમૂના લીધા
દિવાળીના તહેવારમાં ભેળસેળવાળો માલ રોકવા ફૂડ શાખાનું ચેકિંગ: પાણીપૂરી, દાબેલી, વડાપાંઉ સહિત ખાદ્ય ચીજોના 40 સેમ્પલની સ્થળ પર ચકાસણી
નવરાત્રીના દિવસો પુરા થતા દિવાળી તહેવારની સિઝન શરૂ થઇ છે અને સાથે સાથે ખાદ્યતેલ ભરવાની સિઝન પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકોને ગુણવતાયુક્ત ખાદ્યતેલ મળી રહે તે માટે તંત્ર એકશનમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી મનપા દ્વારા 16 જેટલા ખાદ્યતેલના સેમ્પલ લઇ અને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજે યુનિવર્સિટી રોડ પર આવેલ ભાવેશ એજન્સીમાં રાની ગોલ્ડ, ગુલાબ ગોલ્ડ, 150 ફુટ રીંગરોડ પર આવેલ રીલાયન્સ રિટેલરમાં ક્રોનકોય રિફાઇન્ડ, ગુડલાઇફ ફિલ્ટરેડ, રિફાઇન્ડ રાઇસબ્રેન, સિએગા એકસ્ટ્રા, વરમીન ઓલીવ, ગોલ્ડ માર્કેટ 3માંથી ફોરચ્યુન કાચી ગાણી મસ્ટર્ડ, રાજનગર ચોક નજીક ગોલ્ડન સુપર માર્કેટ-3માંથી સ્પત શક્તિ સિસમ ઓઇલ, અટીલ સીસમ, કરણ પાર્કમાં આવેલ દેવ જનરલ સ્ટોરમાંથી ઉમાપુત્ર તલ, નૃત્ય રેલા કાચી ઘાણી મસ્ટર્ડ, ગિરિરાજ શોપિંગમાંથી અપ્પુ કાચી ઘાણી, જુના માર્કેટીંગ યાર્ડમાં સ્વસ્તીક એન્ટરપ્રાઇઝમાંથી શ્રી ગીતા અલ્ટ્રા લાઇટ રિફાઇન્ડ કોટન સીડ, પેડક રોડ શેરી નં.3માં ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી પાયલ પ્યોર અને કાકા કોટન સીડ તેલના સેમ્પલ લેવામાં આવ્યો હતો અને તેને પૃથ્થકરણમાં મોકલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે ઉનામાં નકલી ફેકટરી પકડાઇ હતી. તેમંથી 3000 થી વધુ ભેળસેળ તેલના ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મેઘાણીનગર હોકર્સ ઝોન તથા મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ- 40 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(01)બાલાજી વડાપાઉ, (02) મહાકાળી પાણીપુરી, (03) ગીતાંજલિ મોમોસ, (04) ચાઈનીઝ તડકા, (05) શ્રી સોમનાથ ચાઈનીઝ, (6) માં આશાપુરા કચ્છી દાબેલી, (7) જય અંબે ધૂઘરા, (8) ભોલેનાથ પાણીપુરી, (9) જય અંબે પૂરી શાક અને (10) જય ભગીરથ કચ્છી દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (11) રાજુભાઈ પાણીપુરી સેન્ટર (12)7 ફ્લેવર પાણીપુરી (13)રામ ચાઇનીઝ પંજાબી (14)રાજુભાઈ પાણીપુરી (15)પટેલ દાબેલી (16)અ ન્યુ પિઝા ટ્રી (17)બાલાજી ચાઈનીઝ (18)જયદીપ વડાપાવ (19)માં લક્ષ્મી ચાઈનીઝ (20)જામનગરના પ્રખ્યાત ધુધરા (21)બાલાજી ફૂડ ફ્યુઝન (22)જલારામ વડાપાઉ (23)ચામુંડા ટી સ્ટોલ (24)અન્નપૂર્ણા પટેલ ધૂધરા (25)મહાકાળી પાણીપુરીની ચકાસણી કરવામાં આવેલ.