For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

89 આસામી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું મનપા: ગોબરા આસામીઓ દંડાયા

04:25 PM Jul 22, 2024 IST | Bhumika
89 આસામી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું મનપા  ગોબરા આસામીઓ દંડાયા
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 20/07/2024 થી 21/07/2024 2 દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા બે દિવસ દરમિયાન ત્રણેય ઝોનમાંથી કુલ 89 આસામીઓ પાસેથી 5.330 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.20255/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

Advertisement

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 37 આસામીઓ પાસેથી 1.450 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 8105 જયારે વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 26 આસામીઓ પાસેથી 2.7 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 6700 અને ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 26 આસામીઓ પાસેથી 1.18 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.5450/-નો વહીવટી ચાર્જ વસુલાયો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેરણ ઇકટર/ સેનેટરી સબ ઇન્પેવરણ કટર દ્રારા કરાઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement