ગંદકી સબબ ચા-પાનની વધુ પાંચ દુકાનો સીલ કરતી મનપા
પર્યાવરણ વિભાગ દ્વારા નાનામવા રોડ ઉપર કડક ઝુંબેશ હાથ ધરાઇ
મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા સ્વચ્છતા અંતર્ગત ઝૂંબેશ હાથ ધરી શહેરમાં અતિથિ ચોક, નાના મૌવા રોડ પાસે, વોર્ડ નં.8 ખાતે આવેલ (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન, કુલ પાંચ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ હતી.
પર્યાવરણ વિભાગ દ્વારા આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.28/08/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.28/08/2024ના રોજ સાંજે (1) ક્રિષ્ના ટી એન્ડ રેસ્ટોરન્ટ, (2) કનૈયા ટી, (3) ક્રિષ્ના પાન, (4) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને (5) જય દ્વારકાધીશ પાન, કુલ પાંચ દુકાનોના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.