For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંદકી કરતી અટિકા ફાટક પાસેની રાધે હોટલને સીલ મારતી મનપા

06:08 PM Mar 12, 2024 IST | Bhumika
ગંદકી કરતી અટિકા ફાટક પાસેની રાધે હોટલને સીલ મારતી મનપા

રાજકોટ શહેરમાં વોર્ડ નં17 ઢેબરભાઈ રોડ, અટીકા ફાટક પાસે આવેલ રાધે હોટલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ના હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.11-03-2024ના રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.11-03-2024ના રોજ સાંજે હોટલ સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement