For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા દ્વારા ધંધા-રોજગાર માટે બે લાખની લોન આપવાનો પ્રારંભ

03:53 PM Aug 14, 2024 IST | admin
મનપા દ્વારા ધંધા રોજગાર માટે બે લાખની લોન આપવાનો પ્રારંભ

લાભાર્થીને 7% વ્યાજ પર સબસિડી મળશે

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના ઉઅઢ-ગઞકખ દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છેકે, દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂૂ કરવા માટે રૂૂ.2,00,000/-ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. તથા આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7%થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે
લાભાર્થીઓએ જરૂરીપ્રમાણપત્રો પાસપોર્ટ ફોટોગ્રાફ -2, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ પાન કાર્ડ, સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો, મકાન વેરાબિલ, ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે), લાઈટબિલ, ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી/ સહમતી પત્રક, ક્વોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની નકલ, આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન એનયુએલએમ સેલ કચેરી રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement