For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાએ શાકભાજી માર્કેટ, APMC બગીચાઓની સફાઇ કરી 10 ટન કચરાનો કર્યો નિકાલ

06:37 PM Mar 11, 2024 IST | Bhumika
મનપાએ શાકભાજી માર્કેટ  apmc બગીચાઓની સફાઇ કરી 10 ટન કચરાનો કર્યો નિકાલ
  • વોર્ડ ઓફિસર, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, સબ ઇન્સ્પેકટર સહિત 240 સફાઇકર્મીઓ જોડાયા

ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.25/12/2023 સુશાસન દિવસે મુખ્યમંત્રી દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 ના ભાગ રૂૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.01/03/2024 થી તા.15/03/2024 દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના સુત્રને સાર્થક કરવા સારૂૂ જેના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 11/03/2024 ના રોજ શહેરી વિસ્તારના શહેરી શાકભાજી માર્કેટ, અઙખઈ, બાગ બગીચાઓની સફાઈ કરાવેલ જેમાં સેન્ટ્રલ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર ,વોર્ડ ઓફિસર,વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર,સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તેમજ કુલ 140 સફાઈ કામદાર સહીત સફાઈની ઝુંબેશ કરેલ અને કુલ 6.15 ટન કચરો નિકાલ કરેલ છે.જેમાં ઇસ્ટ ઝોન ખાતે કુલ 48 સફાઈ કામદાર દ્વારા કુલ 2.55 ટન કચરાનો નિકાલ કરેલ તેમજ વેસ્ટ ઝોન ખાતે કુલ 53 સફાઈ કામદાર જોડાઈને કુલ 2 ટન કચરાનો નિકાલ કરેલ છે.

Advertisement

25 કિ.ગ્રા. પ્રતિતબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 10/03/2024 ના રોજ શહેરી વિસ્તારના ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 81 આસામીઓ પાસેથી 25. કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.31,100/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement