રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાએ 67 દુકાનમાં ચેકિંગ કરી ફક્ત 3.85 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

04:36 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરનો વ્યાપ વધતા પીવાના પાણીની જરૂરિયાત દિવસે દિવસે વધવા લાગી છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા પણ નવા વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો હોય તેવા વિસ્તારોમાં જીએસઆર બનાવવાની કામગીરી હાથ ધરી છે. અને અમૃત 2.0 યોજના અંતર્ગત જીએસઆરના કામો મંજુર કરવામાં આવી રહ્યા છે. જેમાં રેલનગર વિસ્તારમાં નવી બનેલ સોસાયટીઓને પીવાના પાણીનો લાભ મળી શકે તે માટે રૂા. 8.28 કરોડના ખર્ચે જીએસઆર બનાવવાનો નિર્ણય લેવામાં આવે જેથી જેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી પૂર્ણ થતાં આજરોજ 13.9 એમએલની ક્ષમતાના જીએસઆરનું ખાતમુહુર્ત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભારત સરકારશ્રીની અમૃત 2.0 યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂૂ.8.28 કરોડના ખર્ચે 13.9 એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર. બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજ તા.18/10/2024, શુક્રવારના રોજ વિધાનસભા-68ના ધારાસભ્ય માન.શ્રી ઉદયભાઈ કાનગડના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ.

આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-68ના ધારાસભ્ય માન.શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, ઇસ્ટ ઝોનના નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર મંજુબેન કુગશીયા, અલ્પાબેન દવે, વોટર વર્કસના સિટી એન્જીનિયર કે.પી.દેથરીયા, ડેપ્યુટી એન્જીનિયર ચેતન લાલચેતા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ.અમૃત 2.0 યોજના અંતર્ગત13.9 એમ.એલ.ક્ષમતાના જી.એસ.આર.ની કામગીરી પૂર્ણ થવાથી, શહેરના વિકાસશીલ વિસ્તાર રેલનગર અને તેની આજુબાજુના વિસ્તારના આશરે 54,000 જેટલા લોકોને સીધો લાભ મળશે અને સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થશે તેમજ શટ ડાઉન વગર લાઈનમાં રીપેરીંગ તેમજ પાણી વિતરણ થઈ શકશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement