For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે PM મોદી દ્વારા રજૂ થશે મન કી બાત

04:23 PM Aug 24, 2024 IST | Bhumika
કાલે pm મોદી દ્વારા રજૂ થશે મન કી બાત
Advertisement

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર માસના અંતિમ રવીવારે ’મન કી બાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે અને ’મન કી બાત’ કાર્યક્રમ મારફત નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે અને દેશવાસીઓ પાસેથી આવેલ વિવિધ સુચનો અંગે ચર્ચાપરિસંવાદ કરવામાં આવે છે ત્યારે આવતીકાલે તા.25 ઓગષ્ટ-રવીવારના રોજ સવારે 11:00 કલાકે માન. નરેન્દ્રભાઈ મોદી દ્વારા ’મન કી બાત’ નો કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે જોડાશે. આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

તેમજ શહેરના તમામ બુથમાં ’મન કી બાત’ કાર્યક્રમ નિહાળવામાં આવશે. તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિહ ઝાલાએ જાહેર અનુરોધ કરેલ છે. તેમજ આ ‘મન કી બાત’ ના કાર્યક્રમની વ્યવસ્થા રાજકોટ મહાનગરમાં શહેર ભાજપ મન કી બાતના ઇન્ચાર્જ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, મંત્રી ભરતભાઈ શીંગાળા, વિધાનસભા-68 પરાગ મહેતા, વિધાનસભા-69માં દશરથભાઈ વાળા, વિધાનસભા-70માં યોગેશ ભુવા અને વિધાનસભા-71 માં રસિકભાઈ કાવઠીયા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી હરેશભાઈ જોષી વ્યવસ્થા સંભાળી રહયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement