તળાજામાં ખાખી વર્દી પહેરી પોલીસ જેવા વાહનમાં રાશનની હેરાફેરી
ભાવનગર જિલ્લાનાતળાજા પોલીસ મથકે માલ ભરેલો એક આયશર ટ્રક ખાખીવર્દી પહેરેલ અધિકારી દ્વારા સરકારી વાહન મા રહેલ અધિકારી દ્વારા લાવવામાં આવે છે.આ ટ્રક અહીં આવતાજ પોલીસ મથક ખાતે કેટલાક લોકો એકઠા થવા લાગ્યા હતા.કારણ જોયા જાણ્યા વગર હવા ફેલાઈ હતી કે સરકારી રાશન જે ગરીબો ને આપવા નું હતું તેની ગાડી પોલીસે પકડી છે.
સરકાર દ્વારા મધ્યાહ્નન ભોજન,ગરીબી રેખા નીચે જીવતા હજારો પરિવારના નિર્વાહ માટે સરકાર દ્વારા આપવામાં આવતા ચોખા, ઘઉં અને ચણા સહિત નો જથ્થા નો તળાજા માં ખૂબ મોટા પાયે કાળો કારોબાર ચાલતો હોય અને તેમાંય ગઈકાલે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામા આવેલ રેડ ના પગલે અનાજ માફિયાઓ એલર્ટ થઇ ગયા છે.તેવા વાતવરણ વચ્ચે આજે સવારે 10:30 આસપાસ પોલીસ જેવુજ સરકારી વાહન અને તેમાં બેસેલ ખાખીવર્દી ધારીઓ દ્વારા એક આયશર ટ્રક વાહન ને લાવવામાં આવે છે.આ આયશર ટ્રકમા સફેદ કલરના મોટાભાગે બાચકા ભરેલ દેખાતા ફોન રણકતા થયા હતા કે પોલોસ સ્ટેશને આજે પણ સરકારી રાશન ભરેલો ટ્રક લાવવામાં આવ્યો છે.
જોકે પોલીસ સ્ટેશનની અંદર જઇ ને હકીકત જાણી શકે તેવા સક્ષમ વ્યક્તિ એ જ્યારે ખરાઈ કરી ત્યારે ખબર પડીકે ખાખી પહેરેલ છે તે પોલીસ નથી.ગાડી પણ છઝઘ ની છે.જે વાહન લાવવામાં આવયુ છે તે રેશનના જથ્થા ના કારણે નહિ પરંતુ સરકાર ને ભરવા પાત્ર ટેક્ષ ભરેલ ન હોય તેને ડિટેઇન કરી મેમો આપેલ હોય તળાજા પોલીસ ને સોંપવા આવ્યા હતા., આ સમયે વાઘ આવ્યો ...વાઘ આવ્યો ની કહેવત યથાર્થ ઠરતી જોવા મળી હતી., ઉલ્લેખનીય છેકે ડિટેઇન કરાયેલ આયશર ટ્રક ની આગળની નંબર પ્લેટ પણ હતી નહિ.