રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શુક્રવારે ઉપલેટાથી પ્રચારના શ્રીગણેશ કરશે માંડવિયા

03:49 PM Mar 06, 2024 IST | Bhumika
Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને પોરબંદર લોકસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. આગામી તારીખ આઠથી તેઓ વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. તેમના ચૂંટણી પ્રચારની રૂૂપરેખા ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

Advertisement

મનસુખ માંડવીયા આગામી તારીખ 8 માર્ચથી પોતાના પોરબંદર લોકસભા ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કરશે. 8 માર્ચ શુક્રવારે સાંજે સાડા સાત વાગે ઉપલેટા ખાતે બાપુના બાવલા ચોકે સ્વાગત કરવામાં આવશે અને ચૂંટણી પ્રચાર શરૂૂ થશે. હાજર કાર્યકર્તાઓને ભાજપ નેતાઓ સંબોધન કરશે. આ ચૂંટણી પ્રચારમાં મનસુખ માંડવીયાની સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ધોરાજી શહેર ખાતે ભુલકા ગરબી કુંભારવાડા ખાતે સાંજે 8.30 વાગ્યે સ્વાગત કાર્યક્રમ યોજાશે અને મનસુખ માંડવીયા સાથે ભાજપ નેતાઓ અને કાર્યકરો બાદમાં જેતપુર જશે. જેતપુરમાં તેઓ રાત્રી રોકાણ કરશે.

09 માર્ચને શનિવાર સવારે વિરપુર જલારામ બાપા મંદિરે દર્શન કરીને બીજા દિવસના પ્રચારનો પ્રારંભ કરશે. સવારે 8:00 થી 10 વાગ્યા દરમિયાન વીરપુરથી કાગવડ ખોડલધામ પદયાત્રા કરશે. પદયાત્રા બાદ સવારે 11:00 વાગે ગોંડલ રમાનાથ મંદિરે દર્શન કરશે. રમાનાથ મંદિરે દર્શન બાદ રામજી મંદિરે પણ દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે. બપોરે ગોંડલ ઘોઘાવદર ખાતે દાસીજીવણ મંદિરમાં દર્શન કરશે. બપોરે 12.30 વાગે ગોંડલ ધારાસભ્યના નિવાસ સ્થાને મીટીંગ કરી કાર્યકરોને સંબોધન કરશે. બપોરે 1 વાગે ગોંડલ અક્ષર દેરી દર્શન કરીને કાર્યકરો અને નેતા ભોજન ગ્રહણ કરશે. આમ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવીયા 8 માર્ચથી પોરબંદર લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂૂઆત કરશે.

Tags :
gujaratgujarat newsMANSUKH MANDAVIYA
Advertisement
Next Article
Advertisement