ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલામાં ગર્ભ પરીક્ષણના બહાને 40 લાખ પડાવવા સંચાલિકાનું અપહરણ

12:16 PM Jul 16, 2025 IST | Bhumika
Advertisement

પકડાયેલો મુખ્ય સૂત્રધાર ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગનો સેનેટરી ઇન્સ્પેકટર

Advertisement

ચોટીલા ખાતે રાજકોટ હાઇવે ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ થતું હોવાના આક્ષેપ કરી એસઓજીના સ્વાંગમાં ભાવનગરના આરોગ્ય વિભાગના એસઆઈ અને આયોગ્ય કર્મચારી મહાસંધનાં પ્રમુખ સહિત ચાર શખ્સોએ 40 લાખ પડાવવા સંચાલકનું અપહરણ કર્યું હતું. પોલીસએ છટકું ગોઠવી બે આરોપીને ઝડપી પાડી હોસ્પિટલ સંચાલકને છોડાવ્યા હતા. તેમજ ચોટીલા પોલીસે એક ગર્ભવતી મહિલા સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ચોટીલા-રાજકોટ રોડ ઉપર આવેલી ચેષ્ટા હોસ્પિટલમાં ભાવનગરના એસઆઈ અને રાજ્યનાં આયોગ્ય કર્મચારી મહાસંઘનાં પ્રમુખ રણજીતસિંહ મોરી, પ્રદિપસિંહ વનરાજસિંહ પરમાર, એક અજાણ્યો પુરૂૂષ અને એક ગર્ભવતી અજાણી સ્ત્રી વારાફરતી હોસ્પિટલમાં આવ્યા હતા.

રણજીતસિંહે પોતે તથા પોતાની સાથે રહેલા પ્રદિપસિંહ પરમાર એસ.ઓ.જી. ગાંધીનગર હોવાની અને પોતે સ્પેશિયલ ઓપરેશન માટે આવ્યા હોવાનું જણાવી રમાબેન મુળુભાઇ બડમલીયા (ઉ.વ.પર)ની ચેષ્ટા હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ થતુ ન હોવા છતા ગર્ભ પરીક્ષણ બાબતેના ખોટા આક્ષેપ કર્યો હતો અને રમાબેન, તેમના દિકરા અભિષેકને તથા પરિવારના અન્ય સભ્યોને આજીવન જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી.આરોપીઓ ધમકી આપી રમાબહેન પાસે પ્રથમ પપ લાખ ત્યાર બાદ 45 લાખ અને છેલ્લે 40 લાખ રૂૂપિયાની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી.આરોપીઓએ રૂૂપિયાની ઝડપથી વ્યવસ્થા કરી આપવાનું કહેતા રમાબહેને એરૂૂપિયાની વ્યવસ્થા ચાલુ હોવાનું જણાવતા આરોપી રણજીતસિંહ ઉશ્કેરાઈ જઈ રમાબહેને ખંડણી માંગવાના ઈરાદે પોતાની ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.

રમબહેનના દીકરા અભિષેક સાથે વાત કરી આરોપીઓને પકડવા ટ્રેપ ગોઠવી હતી.રમાબહેનના દીકરા અભિષેક અપહરણકારો સાથે વાત કરી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોવાનું જણાવતા આરોપીઓ લોકેશન મોકલી પૈસા આપવા બોલાવ્યો હતો. પોલીસની ટીમે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને રણજીતભાઈ મોરી, ગયા પ્રદિપસિંહ વનરાજસિંહ પરમારને ઝડપી પાડ્યા હતા અને હોસ્પિટલ સંચાલકનો છૂટકારો થયો હતો.પકડાયેલ મુખ્ય આરોપી ગુજરાત સરકાર હસ્તક ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે. જેઓ પોતાના વિસ્તાર બહાર અન્ય સાથીદારો સાથે મોટી રકમ પડાવવાનાં કારસામાં મહિલાનું અપહરણ કરી ખંડણી નો પ્રયાસ કરતા પોલીસના હાથે ઝડપાયા બાદ તપાસ કરતા પકડાયેલ મુખ્ય વ્યક્તિ રાજ્યનાં આરોગ્ય કર્મચારી મહાસંઘ ના પ્રમુખ હોવાની વિગતો પ્રકાશમાં આવતા રાજ્યનાં કર્મચારી બેડામાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનેલ છે.

પોલીસે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડયા

પી.આઈ. આર.એમ.સંઘાડાએ જણાવ્યું હતું કે આરોપીઓ હોસ્પિટલમાં ઘૂસીને પોતાના મોબાઈલનો કેમરો ચાલું વીડિયો શૂટિંગ કરીને એસઓજીએ રેડ પાડી હોય તેવો માહોલ ઊભો કરતા હતા અને પોતાની સાથેનો વ્યક્તિ એસઓજીનો કર્મચારી હોવાનું જણાવતા હતા. હોસ્પિટલ સંચાલકો પોલીસની રેડ સમજી આરોપીઓના તાબે થઈ જઈ રકમ આપી દેવી તેવી મોડસ અપરેન્ડી અપનાવી હતી. આરોપીઓના મોબાઈલમાં હોસ્પિટલના શૂટિંગનો વીડિયો મળી આવ્યા હતા. જેમાં તે કહી રહ્યો છે કે તેની સાથેનો વ્યક્તિ એસઓજીનો કર્મચારી છે અને તમારી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ થાય છે. હાલ પોલીસે આ વીડિયોને પુરાવા તરીકે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
BotadBotad newsChotilachotila newscrimegujaratgujarat newspregnancy test
Advertisement
Next Article
Advertisement