For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેતાલુસ ગામનો શખ્સ તમંચા સાથે પકડાયો

12:48 PM Sep 16, 2024 IST | admin
સેતાલુસ ગામનો શખ્સ તમંચા સાથે પકડાયો

જામનગરમાં રહેતા એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે એસ.ઓ.જી. ની ટુકડીઓ ઝડપી લીધો છે, અને તેની સામે હથીયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

Advertisement

આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતો કાદર દાઉદમિયા મુલ્લા કે જે પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર તમંચો લઈને જાહેરમાં નીકળેલ છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ કાનાલુસ ગામના રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી કાદર દાઉદમિયા ત્યાંથી હથિયાર સાથે પસાર થતાં તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 5,000ની કિંમત નો દેશી બનાવટનો તમંચો કબજે કરી લીધો છે. જેની સામે હથીયાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement