For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરગઢડાના વડવિયાળામાં માનવભક્ષી દીપડાએ વૃદ્ધને ફાડી ખાધા : ફફડાટ

11:32 AM Jul 11, 2024 IST | Bhumika
ગીરગઢડાના વડવિયાળામાં માનવભક્ષી દીપડાએ વૃદ્ધને ફાડી ખાધા   ફફડાટ
Advertisement

ગીરગઢડા તાલુકાનાં વડવિયાળા ગામે બુધવારે વહેલી સવારે સોપતિયાલા મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ દેલવાડાનાં વતની તેમજ ઘણા સમયથી વડવિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વૃદ્ધ પર વહેલી સવારે માનવભક્ષી દીપડાએ હુમલો કરી ફાડી ખાતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

વડવિયાળા ગામે મનસુખભાઈ ખેનીની વાડીની પાસે મચ્છુન્દ્રી નદી આવેલી છે. અહીં ડાયાભાઈ ચીનાભાઇ સોલંકી નદીના કાંઠે ઝૂંપડામાં સુતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો ઝૂંપડામાં અંદર ઘુસી ગયો હતો. અને માનવભક્ષી દિપડાએ વૃદ્ધ ડાયાભાઇને ઉપાડી નજીક આવેલી મચ્છુન્દ્રી નદી પાસે લઇ જઇ ફાડી ખાધો હતો. જોકે દિપડો વૃદ્ધને ઉપાડી જતાં તેમની પત્ની જાગી જતાં બૂમાબૂમ કરવા લાગેલ. પરંતું દિપડો ત્યાથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો. ત્યારબાદ વહેલી સવારે આ વૃદ્ધનો દિપડાએ ફાડી ખાધેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

આ ઘટનાની જાણ વન વિભાગે કરતા જશાધાર રેન્જના આર.એફ.ઓ ભરવાડ, નવાબંદર ફોરેસ્ટર બારોટ તથા જસાધાર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇમરજન્સી 108 એબ્યુલન્સના ઇએમટી જગદીશ મકવાણા પાઇલોટ ભરત બારડ દ્વારા વૃદ્ધના મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની તપાસ હાથ ધરી પાંજરે પૂરવા તજવીજ હાથ ધરેલ છે.
(તસ્વીર : અતુલ ભટ્ટ)

Advertisement
Tags :
Advertisement
Advertisement