ભાવનગરમાંથી પિસ્ટન અને જીવતા કાર્ટિસ સાથે શખ્સ ઝડપાયો
12:26 PM Jul 03, 2024 IST
|
admin
Advertisement
રૂા. 10,600નો મુદામાલ જપ્ત કરાયો
Advertisement
ભાવનગરના ભીલવાડા સર્કલ પાસેથી પેરોલ ફર્લો સ્કવોડે દેશી બનાવટની પિસ્ટલ અને 6 જીવતા કાર્ટીસ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ મોડી રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ભીલવાડા સર્કલ, એકતા રેસ્ટોરન્ટ પાસેથી ઉમરભાઈ ઉર્ફે હાજીઉમર હનીફભાઈ સોરા ( રહે. કામળફળી ચોક, બેસ્ટ ચિકન શોપની સામે ) ને દેશી બનાવટની પિસ્ટલ તેમજ જીવતા કાર્ટીસ નંગ-06 મળી કુલ રૂૂ.10,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં હથિયારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement