સિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરતો શખ્સ ઝડપાયો
05:20 PM Jul 05, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરની સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓના ખીસ્સા કપાતા હોવાનુ અને કિંમતી માલસામની ચોરી થતાના બનાવો સામે આવી રહયા છે. જો કે હવે સિવિલના નળ પણ સુરક્ષીત ન હોય તેમ આજે નળ ચોરતા શખ્સને સિક્યુરીટના સ્ટાફે રંગેહાથ ઝડપી લીધો હતો. સિવિલના ઇમરજન્સી વોર્ડમાં એક શખ્સ દવા લેવા આવ્યો હતોે. જે ઇમરજન્સી વોર્ડના સૈચાલયમાં ગયા બાદ ઘણો સમય થવા છતા બહાર ન નીકળતા સિક્યુરીટી દ્વારા તપાસ કરતા તે નળ ચોરતો હોવાનુ જણાય આવતા તેને પકડી પાડી સિવિલ ચોકીને સ્ટાફને સોંપી દેવામાં આવ્યો હતો.
Advertisement