મોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બે
માળિયાના નાના દહીસરા ગામના ફાટક પાસે ખુલ્લા પ્લોટમા ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી માળિયા (મી.) પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો પોલીસે ડીઝલ 600 લીટર અને ટેન્કર સહીત 36.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી નવલખી રોડ પર નાના દહીસરા ગામના ફાટક પાસે રોડની બાજુમાં ખુલ્લા પ્લોટમાં અમુક ઈસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ટેન્કરમાંથી કાઢેલું ડીઝલ 600 લીટર મળી આવ્યું હતું પોલીસે ટેન્કર અને તેમાં ભરેલ ડીઝલ 23,600 લીટર કીમત રૂૂ 36,06,000 તેમજ 9 બેરલમાં ભરેલ 600 લીટર ડીઝલ કીમત રૂૂ 54,000 તેમજ લોખંડ વાલ્વ વાળી નળી, મોબાઈલ કીમત રૂૂ 5000 સહીત 36,65,600 નો મુદામાલ જપ્ત કર્યો છે.
સ્થળ પરથી ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈમ્તિયાઝ સુલેમાન ગજીયા રહે જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી હરદેવ રાણાભાઇ છૈયા રહે જશાપર તા. માળિયા વાળાનું નામ ખુલતા માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.