ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો આપનાર શખ્સ સામે સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સુરતના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
ગત તા. 24-4ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સુલતાનપુર ગામનો વતની હાલ સુરત રહેતો જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પાઘડાર દ્વારા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા તથા જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાને ગાળો આપતો આ વીડિયો વાયરલ થયો હોય જે બાબતે સાજડિયાળી ગામના લલીતભાઈ માવજીભાઈ કોરાટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જયેશે સુલતાનપુરની મીટીંગ બાબતે બિભસ્ત ટીપ્પણી કરીને ગાળો આપી હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુલતાન પુર પોલીસ મથકના પીએસઆઈ ચૌધરી સહિતના સ્ટાફે આ મામલે તપાસ કરી હાલ સુરત રહેતા મુળ સુલતાનપુરના જયેશ પાઘડારની ધરપકડ કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, સુલતાનપુરમાં જાહેર સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા સહિતનાએ જાહેરમાં ચેલેન્જ આપ્યું હોય તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય તેના વિરુદ્ધમાં આ શખ્સે ધારાસભ્યના પુત્ર સહિતનાઓને ગાળો આપતો વીડિયો વાયરલ કર્યોહતો.