ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડોદરામાં મહિલા ધારાસભ્ય સાથે અભદ્ર વર્તન કરનાર શખ્સની ધરપકડ

11:37 AM Sep 04, 2024 IST | Bhumika
Advertisement

વડોદરાના હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું.
આ દરમિયાન મીડિયા કર્મી સમક્ષ કેટલાક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.જે દરમિયાન એક યુવકે ભાજપના ચૂંટાયેલા આગેવાનો સામે બેફામ ઉચ્ચારણો કરી કહ્યું હતું કે,અહીંં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ.મહિલા ધારાસભ્ય મનિષા વકીલ માટે પણ જાહેરમાં અભદ્ર ઇશારા કરી ટિપ્પણી કરી હતી.આ વીડિયો વાયરલ થતાં તેના પર કોમેન્ટો પણ થઇ હતી.

Advertisement

ઉપરોક્ત બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી રાવપુરામાં ફાયર સેફ્ટીના સાધનોનો વેપાર કરતા કુલદીપ સૂર્યકાન્ત ભટ્ટ (45 વર્ષ,રહે.રુદ્રા સોસાયટી,અંબાલાલ પાર્ક, કારેલીબાગ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Tags :
gujaratgujarat newsmisbehaving with womanvadodara news
Advertisement
Next Article
Advertisement