‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ફ્રોડના 3.34 લાખ અરજદારોને પરત અપાવતી માલવિયા પોલીસ
અરજદારોને પોલીસ સ્ટેશને ધકકા ખાવાની જરુર ન પડે. અને નાગરીકોનો સમય અને શકિતનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવા તમામ જીલ્લાનાં પોલીસ અધીકારીને જણાવાયુ છે . આ કાર્યક્રમ અંતર્ગત લોક દરબાર યોજી લોકોનાં ખોવાયેલા મોબાઇલ કે ચોરી કે લુંટમા ગયેલ ચીજ વસ્તુઓ મુળ માલીકને પરત આપવામા આવે છે.
ત્યારે ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા, એસીપી (દક્ષિણ ) બી. જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ માલવીયા પોલીસ મથકનાં જે. આર દેસાઇ, પીએસઆઇ પી. વી. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ, લોક રક્ષક જયભાઇ અને દિવ્યાબેન અને રણજીતસિંહ સહીતનાં સ્ટાફે યુનીવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારનાં અરજદારોની સાયબર ફ્રોડની અરજી અનુસંધાને ગુમાવેલા 3.34 લાખ મુળ માલીકને અપાવ્યા હતા. અને લોકોનાં ગુમ થયેલા કે ખોવાયેલા રૂપીયા 4.81 લાખનાં ર4 મોબાઇલ મુળ માલીકને પરત આપવામા આવ્યા હતા. અરજદારોએ માલવીયા પોલીસ સ્ટાફની આ કામગીરીને બીરદાવી હતી.