રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોધિકાના માખાવડ ગામે 40 કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું

05:36 PM Mar 04, 2024 IST | admin
Advertisement

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા જ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના આદેશથી રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે લોધિકા મામલતદારે પણ માખાવડ ગામે 40 કરોડની 31 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.

Advertisement

રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતાં જમીન કૌભાંડ કારો દ્વારા સરકારી જમીન પર કબજો જમાવી બારોબાર વેચી નાખતાં હોવાનો જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા દરેક મામલતદારોને ખાસ સુચના આપી છે.

રાજકોટ શહેરમાં તાલુકા મામલતદાર દ્વારા છેલ્લા છ માસથી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ નજીક લોધિકા તાલુકાના માખાવડ ગામે પણ 40 કરોડની કિંમતી સરકારી જમીન પર ખેડૂતો અને અન્ય ભુમાફીયાઓ દ્વારા દબાણો કરી સરકારી જમીન પર કબજો કરી લીધા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
જેના આધારે લોધિકા મામલતદારે તમામ દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરી માખાવડ ગામની સીમમાં આવેલ જુદી જુદી 31 એકર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને ખેડૂતોએ વાળી લીધી સરકારી જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અમુક દબાણકર્તાઓએ કાચા પાકા મકાનો બનાવી લીધા હોય જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement