ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના…વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં
ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
આ અકસ્માત મોદી રાત્રે 2.30 વાગ્યે થયો હતો. કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જો કે હાલ આ અકસ્માતમાં કોઈના મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી. મળતી માહિતી અનુસાર, ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં જાનવરોને બચાવવા માટે લગાવવામાં આવેલ 'કેટલ ગાર્ડ' આ અથડામણને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો.
જો કે આ અકસ્માત બાદ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે રેલવે ટ્રેક પર આટલો મોટો પથ્થર ક્યાંથી આવ્યો? આ સવાલનો જવાબ જાણવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તપાસના આદેશ આપ્યા છે.
રેલવેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે સાત ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ત્રણના રૂટ બદલવામાં આવ્યા છે. ત્રિપાઠીએ કહ્યું કે મુસાફરોને બસ દ્વારા કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર મોકલવામાં આવ્યા છે, જ્યાંથી તેમને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે. તેમણે કહ્યું, 'આ સિવાય કાનપુરથી આઠ ડબ્બાવાળી એક મેમુ ટ્રેનને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી, જેથી કરીને મુસાફરોને કાનપુર લાવવા અને તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા હેલ્પલાઇન નંબરો કરવામાં આવી છે.'