ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળના આદરી બીચ પર મોટી ઘટના: પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલ 5 લોકો દરિયામાં તણાયા, 1 યુવતી લાપતા

06:29 PM Nov 07, 2025 IST | admin
Advertisement

 

Advertisement

ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે એક મોટી દુર્ઘટના બની છે. આદરી બીચ પરપ્રી-વેડિંગના ફોટોશૂટ માટે આવેલ 5 લોકો દરિયાની તેજ લહેરોમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાર યુવકને બચાવી લેવામાં આવ્યા. પરંતુ હજુ પણ એક યુવતી લાપતાં છે જેની શોધખોળ ચાલી રહી છે.

પ્રાથમિક વિહતો અનુસાર વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓ ફોટોશૂટ માટે બીચ પર આવ્યા હતાં. અને ફોટોશૂટ ચાલી રહ્યું હતું આ દરમિયાન અચાનક સમુદ્રમાંથી ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકો તણાયા હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ભય ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચાર યુવકને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, લાપતા છે. દરિયામાં તણાઈ ગયેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલ વેરાવળના નવાપરા ગામમાં રહેતી હતી. લાપતા યુવતીની માસીની દીકરીના લગ્ન હતા, વર પક્ષ તથા વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે બીચ પર આવ્યા હતા આ દરમિયાન આ દુર્ઘટના બની.

 

 

 

 

Tags :
Adaree Beachgujaratgujarat newspre-wedding shootVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement