ઈન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફાર, 330 અધિકારીની બદલી
ગુજરાતના 15 આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર સહિત 165ની સામૂહિક બદલી
રાજ્યના 11 સહિત 136 એડિશનલ અને જોઈન્ટ કમિશનર બદલાયા, 12 ડેપ્યુટેશન ઉપર અન્ય રાજ્યોમાં મુકાયા
ગુજરાત સહિત દેશભરના આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફાર થયા છે. આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા 330 અધિકારીઓની બદલી કરવામાં અવી છે. જેમાં 19 ચીફ કમિશનરને ઈન્કમટેક્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમજ એડિશનલ અને જોઈન્ટ કમિશનરોની બદલીમાં ગુજરાતના 11 સહિત 136 અધિકારીઓની બદલી થઈ છે. જ્યારે આસિસટિન્ટ અને ડેપ્યુટી કમિશનરની બદલીઓમાં ગુજરાતના 15 સહિત 165 અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના 12 અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર અન્ય રાજ્યોમાં મુકવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગમાં મોટાપાયે બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે. દેશભરમાં આવકવેરાવિભાગમાં પરજ બજાવતા અલગ અલગ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 19 જેટલા ચીફ કમિશનરોને ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્કમટેક્સ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનરોની બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 15 આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનરો બદલાયા છે. તેમાં વિજય પ્રવિણ કુમાર, ચંદ્ર મુકેશ આર, એમ ચંદ્રકુમાર, નારાયણ કે, પી. ક્રિષ્નદાસ, કે.વી. શ્રી વાલાસન, તિા માનન, થુલા શ્રીધવન નાયર, પ્રદિપ કુમાર નાયર, અયુબ કુરેશી, પંકજ જોશઈ, કે.પી. રેમસન, કાર્તિક બનવારીલાલ, હંસરાજ મિના અને રણછોડભાઈ ભોરાનો સમાવેશ થાય છે. જ્યારે સાત જેટલા આસિસ્ટન્ટ/ડેપ્યુટી કમિશનરને ડેપ્યુટેશન ઉફર મુકવામાં આવ્યા છે. જેમાં સંજય રણછોડભાઈ વાણિયાને મુંબઈ, વિરેન્દ્ર કુમારને યુ.પી. શ્રી રમણકુમારને મુંબઈ અને મધુરા શરમાને પુના ખાતે મુકવામાં આવ્યા છે.
જ્યારે એડિશનલ/જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીમાં ગુજરાતના 11 સહિત 136 અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ગુજરાતના આનંદી દિક્ષીત, અરવિંદ કુંભારે, સુરેશ ચંદ્ર મિના, હર્ષાઈ મીના, ક્રિષ્ન કુમાર, અભિજીત અવાડિયા, અક્રિતિ ધારેન્દ્ર, ઉર્વશી મંધન, આશિષ કુમાર, કમલદિપસિંહ અને ગોપીનાથ ચૌબેનો સમાવેશ થાય છે. જ્યારે આઠ જેટલા એડિશનલ અને જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીને ડેપ્યુટેશન ઉપર અન્ય રાજ્યોમાં મુકવામાં આવ્યા છે. જેમાં રવિશ ભટ્ટને આંદ્રપ્રદેશ, સુધિક્ષા રાણી અને રિચા જસ્વાલ તેમજ કેતન ગજ્જરને મુંબઈ, અનનિયા કુલશ્રેષ્ઠાને ગુજરાત, વિજુ ગુપ્તાને દિલ્હી, વિભોર ભાદાણીને મુંબઈ, સુરેશ લખનૌને દિલ્લી ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવ્યા છે.
ગુજરાત સહિત દેશભરના ઈન્કમટેક્સ વિભાગમાં અલગ અલગ પોસ્ટ ઉપર ફરજ બજાવતા આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કક્ષાના અધિકારીઓની બદલીનો હુકમ થયા બાદ હવે સપ્તાહમાં રાજકોટ સહિત ગુજરાતના અન્ય અધિકારીઓની પણ ટુંક સમયમાં બદલી થાય તેવી શક્યતા છે.