પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતાં 6નાં મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની છે. પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત થયાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે
મળતી વિગતોઅનુસાર પાવાગઢમાં આજે (6 સપ્ટેમ્બર) માલસામાન લઈ જવાના માલવાહક રોપવેનો તાર અચનાક તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2ના મોતથયાં છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી માલવાહક રોપવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.