મહેશગીરીએ દાદાગીરીથી ભૂતનાથ મંદિરનો કબ્જો લઈ લીધો
સંત-સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢ. જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની જગ્યાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આરોપો-પ્રત્યારોપો પણ થઈ રહ્યા છે. વાસ્તવમાં સંતોની ભૂમિ જૂનાગઢમાં ભૂતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં શિવગીરીબાપુની ચાદર વિધિથઈ હોવા છતાં મહેશગિરીએ જમીન પચાવી પાડ્યાનો શિવગિરીએ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ સાથે વકીલ હેમાબેન શુક્લએ પણ મોટું નિવેદન આપ્યું છે કે, ભૂતનાથ મંદીરનો કબજો કરાયો ત્યારે મે પોલીસને ફરિયાદ કરી હતી પણ પોલીસે મારી ફરિયાદ લીધી નહોતી.
જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદમાં શિવગીરીબાપુના આક્ષેપને લઈ હવે પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાનો શિવગીરીબાપુએ આક્ષેપ કર્યો છે. જેમાં શિવગીરીની ચાદર વિધી કરાઈ છતાં મહેશગીરીએ કબજો લઈ લીધો હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદમાં શિવગીરીબાપુએ આક્ષેપ કર્યો છે કે, ભૂતનાથ મંદિરનો કબજો મહેશગીરીએ લીધો છે. શિવગીરી બાપુએ કહ્યું કે, ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરીબાપુએ 2023માં ચોથા મહિનામાં મારી ચાદર વિધિ કરી હતી. આ તરફ જૂલાઈ 2023માં વસંતગીરી બાપુનુ નિધન થયુ હતુ. તેમણે ઉમેર્યું કે, પંચગુરુની હાજરીમાં ચાદર વિધિ કરાઈ હતી. આ તરફ ચાદર વિધિ થયા બાદ હું ભૂતનાથ મંદિરની સેવામાં લાગ્યો હતો. જોકે વસંતગીરી બાપુની પાલખી યાત્રા દરમિયાન વિવાદો ચાલુ કરવામાં આવ્યા અને મહેશગીરીએ તે સમયે પોતાના સમર્થકોએ મંદિર પર કબજો કર્યો હતો.
જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદ મામલે વકીલ હેમાબેન શુક્લનું નિવેદન પણ સામે આવ્યું છે. હેમાબેન શુક્લએ કીધું હતું કે, ભૂતનાથ મંદીરનો કબજો કરાયો ત્યારે મે પોલીસને ફરિયાદ કરી હતી પણ પોલીસે મારી ફરિયાદ લીધી નહિ. આ સાથે તેમણે ઉમેર્યું કે, ભૂતનાથ મંદીરનું વિલ હજુ સુધી અમે ખોલ્યું નથી. મીડિયા સામે ભૂતનાથ મંદીરના મહંતનું વિલ ખોલાયુ હતું. વિલ બાબતે કોઈ પણ વિવાદ ન થાય તે માટે જાહેરમાં જ વિલ ખોલવામાં આવ્યું હતું. બાપુ વસંતગીરીની વસિયતમાં શિવગીરીનું નામ ખૂલ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે, સાક્ષીઓ અને નોટરી સમક્ષ સહી સિક્કા કરી વિલ બનાવવામાં આવ્યું હતું.