હર...હર... મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ
- ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ પાંચ દિવસનો મિનિકુંભ ખુલ્લો મુકાયો
- આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડવાની ધારણા
- વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ, સજ્જડ વ્યવસ્થા
જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં આજથી પાંચિ દવસના મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થતાં જ ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી મેળામાં આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ આી પહોંચવાની ધારણા હોય વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એસ.ટી. દ્વારા પણ 250થી વધુ એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે. તળેટીમાં ટ્રાફિકજામ થાય નહીં તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટ્રાફિકને પહોંચી વળવા નો-એન્ટ્રી, ખાસ પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરાઈ છે.
જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાની શરૂૂઆત થઈ છે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે આજથી 8 માર્ચ સુધી હર હર મહાદેવના નાદ સાથે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધશે.
બમ બમ ભોલે નાથ, હર હર મહાદેવ અને જય જય ગિરનારી ના નાદ સાથે આજે સવારે 9:00 કલાકે ભવનાથ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થયું હતું. અને તે સાથે જૂનાગઢનો ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થયેલ.
દર વર્ષે વિદેશીઓ પણ ભવનાથનો મેળો કરવા અહીં આવી પહોંચે છે અને ભવનાથ ક્ષેત્રમાં જાતજાતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.અન્ન ક્ષેત્રો પોતાની સેવા આપવા તૈયારી કરી પૂર્ણ કરી છે. દર વર્ષની જેમ પણ કાલે સવારે 9 વાગ્યે સંતો, મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર પર નૂતન ધજારોહન થશે અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં પધારેલ નાગા સાધુઓ તથા તમામ અખાડાઓમાં ધુણાઓ ચેતનવંતા કરશે તે સાથે જ ભવનાથનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ જશે..
જમતિયા મહેનત નાગાબાવ ઓમકારપુરી એ જણાવ્યું હતું કે ભાવિકોને શિવરાત્રીના મહાપર્વની શુભકામનાઓ. ભવનાથ મહાદેવની કૃપા સૌ લોકો પર રહે, અને બધાનું સ્વાસ્થ્ય સુખી રહે, સત્ય માર્ગને કર્મ પર સૌ લોકો ચાલે, સૌ ભાવિકો ભવનાથ શિવરાત્રીમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે, શિવરાત્રીની રાત્રે જે લોકો ભજન કરે છે. તેના પાપોનો નાશ થાય છે અને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે સૌ ભાવિકો પરિવાર સાથે આવી શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શનનો લ્હાવો લે અને જે પ્રશાસન દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધને લઇ સૂચન કરવામાં આવ્યું છે તેનું ચુસ્ત પણે ભાવિકો પાલન કરે.