રૂા. 1.72 લાખનો વેરો નહીં ભરતા મહર્ષિ સ્કૂલ સીલ કરાઈ
વેરા શાખા દ્વારા રૂા. 29.37 લાખની રિકવરી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રિકવરીની ઝુંબેશ અંતર્ગત 2-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રૂૂા.29.37લાખની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં. 1 માં રૈયા ચોકડી નજીક એસ.કે ચોકમાં ભવન કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 માંથી રૂ.52,400, ગાંધીગ્રામમાં ભારતીનગર-2માં નિધિ સ્કુલમાંથી રૂૂ.2.00 લાખ, વોર્ડ નં-3માં રેલ્વે ક્રોસિંગ નજીક ફ્લોર મિલ નજીક નારાયણનગર સોસાયટીમાં પ્લોટ નં-8 માં સર્વે નં-556ને રૂ.1.72 લાખ અને પરસાણા પાર્કમાં મહર્ષિ સ્કુલને રૂ.1.68 લાખના બાકી માંગણા સામે સીલ મારી હતી. વોર્ડ નં-10માં 150 ફીટ રીંગરોડ રોયલ પાર્કમાં મિત કોમ્પ્લેક્ષમાં કે.કે. ફ્લાવર્સ સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.92,634 કરવામાં આવી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.