મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાળ, ગુજરાતના 1000 ટ્રક-300 બસના પૈડાં થંભી જશે
ઇ-ચલણ, જૂના દંડ, મહાનગરોમાં પ્રવેશની સમયમર્યાદા, અપૂરતા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના મુદે વાહન સંચાલકોમાં નારાજગી : યોગ્ય નહીં થાય તો 1 જુલાઇથી બેમુદતી હડતાળની ચીમકી
મહારાષ્ટ્રમા ઘણા સમયથી ભારે વાહનોને ઇ-ચલણ દ્વારા દંડ ફટકારવામા આવી રહયો છે તેની સામે ખાનગી ટ્રાન્સપોર્ટ ઓપરેટરોમા નારાજગી પ્રવર્તી રહી છે અને જો આ સમસ્યાનુ નિરાકરણ નહી આવે તો 1 જૂલાઇથી બેમુદતી હડતાલની ચિમકી ઉચ્ચારવામા આવી છે. આ હડતાલથી ગુજરાતનાં વાહન વ્યવહારને અને ઉધોગને મોટા પાયે અસર થશે અને કરોડોનો વ્યવહાર ઠપ્પ થશે.
આ અંગે રાજકોટનાં વાહન સંચાલકોએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાથી મહારાષ્ટ્રમા દૈનિક 1000 થી વધારે ટ્રકો અને 300 થી વધારે ખાનગી ટ્રાવેલ્સનુ પરીવહન થાય છે જેમા સૌરાષ્ટ્રમાથી 60 થી વધારે ખાનગી બસો અને 500 થી વધારે ટ્રક દ્વારા કરોડોનાં માલનો વ્યવહાર કરવામા આવી રહયો છે. ઉપરાંત દક્ષિણ ભારતનાં આંધપ્રદેશ, કર્ણાટક, તમીલનાડુ, કેરલા સહીતનાં રાજયોમા માલનુ પરીવહન કરવામા આવે છે જેથી આ તમામ વ્યવહારો બંધ થવાનાં એંધાણ છે.
આજે મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટીંગ યોજાશે તેમા અન્ય રાજયનાં 37 અને ખાનગી ટ્રાવેલ્સોને મહારાષ્ટ્રમાથી પસાર થવા દેવા કે નહી તેનો નિર્ણય લેવામા આવશે જો હકારાત્મક નિર્ણય નહી આવે તો ગુજરાતને આર્થીક ફટકો મોટાપાયે પડી શકે છે.
મહારાષ્ટ્રમાં ખાનગી બસ અને ટ્રક ઓપરેટરો સહિતના ટ્રાન્સપોર્ટરો તરફથી 1 જુલાઈ 2025થી અનિશ્ચિત હડતાળનો ઈશારો આપવામાં આવ્યો છે વહટુકદાર બચાવો ક્રુતિ સમિતિ ના બેનર હેઠળ તમામ ટ્રાન્સપોર્ટ સંગઠનો એકઠા થયા છે અને રાજ્ય સરકારના નીતિ-નિયમો વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો છે મુખ્ય માંગણીઓમાં ઇ-ચલણ દંડની ઉઘરાણી બંધ કરવી, માળખાકીય ખામીઓનો ઉકેલ લાવવો અને ટ્રાફિક નિયમોની અમલવારીમાં યોગ્યતા લાવવી શામેલ છે.મુંબઈ બસ માલિક સંગઠન (ખઇખજ) અને રાજ્યભરના અનેક અન્ય સંગઠનો હડતાળને ખુલ્લો સમર્થન આપી ચૂક્યા છે. સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે જો સરકાર 30 જૂન સુધીમાં કોઈ નિર્ણય નહિ લે તો, 1 જુલાઈથી રાજ્યભરમાં મુસાફરી અને માલ પરિવહન વ્યવસ્થાઓમાં મોટો ખલેલ સર્જાશે. બસ અને ટ્રક ઓપરેટરો બંને હડતાળમાં જોડાશે.
સરકારના પ્રયત્નો છતા નારાજગી
ભલે મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે પરિવહન વિભાગ અને પોલીસ પ્રતિનિધિઓ સાથે બેઠકનું આશ્વાસન આપ્યું હોય, છતાં ટ્રાન્સપોર્ટરોમાં ભરોષો જોવા મળતો નથી તેમનું માનવું છે કે માત્ર વચનોથી હવે કામ નહીં ચાલે અને તેઓ તેમની માંગણીઓના સ્પષ્ટ ઉકેલની રાહ જોઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં જો ટ્રાન્સપોર્ટરોની હડતાળ અમલમાં આવે તો સામાન્ય મુસાફરો અને ઉદ્યોગ જગત બંનેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર માટે આ પડકારજનક પરિસ્થિતિનો સંવેદનશીલ ઉકેલ લાવવો હવે અનિવાર્ય બની ગયો છે.
ટ્રાન્સપોર્ટરોની મુખ્ય માંગણીઓ
ટ્રાન્સપોર્ટ સંગઠનોના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાક મહિનાઓથી ભારે વાહનો પર થતાં દંડ અને પોલીસ દ્વારા થઇ રહેલા ઈ-ચલણના દંડની રકમથી ઓપરેટરોમાં અસંતોષ ફેલાયો છે. પુણેના ટ્રાન્સપોર્ટર નેતા બાબા શિંદેએ જણાવ્યું હતું કે ઇ-ચલણ દંડ વસુલવા પર તાત્કાલિક રોક લગાવવી જૂના અને પેન્ડિંગ દંડ માફ કરવા ભારે વાહનો માટે ફરજિયાત સફાઈ નિયમોમાં છૂટછાટ મહાનગરોમાં પ્રવેશ પ્રતિબંધના સમયમર્યાદા પર પુનર્વિચાર પરિવહન વ્યવસ્થામાં પોલીસ દમન રોકવા માટે સાફ માર્ગદર્શિકા જાહેર કરવી.