દાવોસમાં મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યો છવાયા: ગુજરાત કેમ પાછળ રહ્યું
પાંચ દિવસીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ શુક્રવારે સમાપ્ત થતાં, ભારતીય નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ તમામ વૈશ્વિક નેતાઓની નજરમાં ભારત માટે વિશ્વાસ જોઈ શકે છે અને તે કુલ રૂૂ. 20 લાખ કરોડથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓમાં પ્રતિબિંબિત થાય છે અને એમાં મહારાષ્ટ્રને 80 ટકા હિસ્સો મળ્યો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોએ પ્રથમ વખત બે ઈન્ડિયા પેવેલિયનમાં જગ્યા વહેંચી હતી અને એકીકૃત ટીમ ઈન્ડિયા ચહેરો રજૂ કરવા માટે અડધો ડઝન અલગ-અલગ પક્ષોમાંથી આવતા રાજ્ય અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રથમ વખત સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિન વૈષ્ણવે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. તેમની આગેવાનીમાં ભાજપ-એનડીએ અને કોંગ્રેસ સહિતના વિપક્ષના મુખ્યપ્રધાનોએ સંયુક્ત પણે ભારતનું ઉજળુ આર્થિક ચિત્ર રજુ કર્યુ હતું અને એ કારણે વિદેશી પ્રતિનિધિ મંડળો સમક્ષ દેશની છબી ઉજળી બની હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રના પ્રતિનિધિમંડળે 16 લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા સાથે રૂૂ. 15.70 લાખ કરોડના 61 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. સીએમ રેવન્થ રેડ્ડીની આગેવાની હેઠળ તેલંગાણાના પ્રતિનિધિમંડળે ડેટા સેન્ટર્સ, ગ્રીન એનર્જી અને અત્યાધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને રૂૂ. 1.79 લાખ કરોડના 20 એમઓયુ મેળવ્યા હતા, જેનાથી લગભગ 50,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. કેરળ પ્રગતિશીલ સરકારની નીતિઓ દ્વારા સંચાલિત ઔદ્યોગિક હબમાં તેના રૂૂપાંતર પર ભાર મૂકે છે. કેરળના ઉદ્યોગ પ્રધાન પી રાજીવે ઇન્વેસ્ટ કેરળ પેવેલિયન ખાતે 30 થી વધુ એક-થી-એક બેઠકો યોજી હતી અને વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની રોકાણ ક્ષમતા દર્શાવી હતી.
ઉત્તર પ્રદેશે ઞજઉ 1 ટ્રિલિયનની અર્થવ્યવસ્થામાં રૂૂપાંતરિત કરવા માટે તેની મહત્વાકાંક્ષી દ્રષ્ટિ દર્શાવી અને કેટલાક હજાર કરોડ રૂૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતાઓ સુરક્ષિત કરી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે વૈશ્વિક બેવરેજ જાયન્ટ અઇ ઈંક્ષઇયદ એ વિવિધ રાજ્યોમાં ભારતના પીણા ક્ષેત્રમાં ઞજઉ 250 મિલિયનના રોકાણની જાહેરાત કરી છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતને ભાગે શુ આવ્યું તેની જાહેરાત થઈ નથી. વૈશ્ર્વિક રોકાણકારોને આકર્ષવા ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાતની પહેલ કરી હતી. તે જોતા ગુજરાતને ભાગે શું આવ્યું તે જાણવામાં સૌને રસ હોય જ.