મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગત
04:31 PM Aug 12, 2025 IST | Bhumika
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ જૂનાગઢ જવા રવાના થયા હતા. આ તકે સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસવા, પ્રોટોકોલ મામલતદાર શ્રી માધવ દવે, એ. સી. પી.શ્રી બી.વી.જાદવ, પી. જી.વી. સી. એલ. ના સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી જતિન ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ તેઓ જૂનાગઢ જવા રવાના થયા હતા.
Advertisement
Advertisement