રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેઘરાજા મેળામાં મહાલશે: ગુજરાત-સૌરાષ્ટ્રમાં રવિવારથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

12:30 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બંગાળની ખાડીમાં વરસાદ લાવે તેવી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં મેઘો ભૂકા બોલાવશે

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. જો કે 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં એક સાથે ત્રણ સિસ્ટમ આકાર લઇ રહી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતાં ગુજરાતમાં 25 ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઑગસ્ટથી આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી ગીર સોમનાથ, અમેરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી શરૂૂ થતાં વરસાદના રાઉન્ડમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનુ અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 74 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88 પોઈન્ટ 99 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો 55 પોઈન્ટ 97 ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં.. સૌરાષ્ટ્રમાં 82 પોઈન્ટ 26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59 પોઈન્ટ 22 ટકા વરસાદ વરસ્યો છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fallRain forecast
Advertisement
Next Article
Advertisement