કૃષ્ણનગરમાં જયઅંબે મિત્ર મંડળ દ્વારા દુંદાળા દેવને 15,551 લાડુ નો મહા પ્રસાદ
4,000 નંગ લાડુ અલગથી બનાવીને શહેરની ગૌમાતાઓને વિતરણ થશે
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જયઅંબે મિત્ર મંડળ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સતત 17 માં વર્ષે દુંદાળા દેવને અગિયારસના દિવસે 15,551 લાડુ અર્પણ કરવા માટેનું આયોજન કરાયું છે.
જે પ્રસાદના લાડુ બનાવવામાં અંદાજે 300 કિલો ગોળ, 30 ડબ્બા તેલ, 10 ડબ્બા દેશી ઘી, અને 525 કીલો લોટ (ભરડીયું)ના મિશ્રણથી આશરે 15,551 નંગ લાડુ બનાવાયા છે, જેનું પ્રસાદીરૂૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સતત 17માં વર્ષે જય અંબે મિત્ર મંડળ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક વિસ્તારના 50થી વધુ બહેનો અને 70 થી વધુ બહેનો-ભાઈઓ દ્વારા લાડુની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગિયારસના દિવસે ગણપતિ દાદા ને પ્રસાદ રૂૂપે ધરવામાં આવ્યા હતા, અને તેનું રવિવારના દિવસે ભક્તજનોને પ્રસાદ રૂૂપે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.જે પ્રસાદીની તૈયારી ચાલતી હતી, તે સ્થળે જામનગરના 78-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મુલાકાતે પહોંચ્યા હતા, અને તમામ ગણેશ ભક્તોની પ્રસાદી તૈયાર કરવાની મહેનતની પ્રસંશા કરી હતી. ઉપરાંત ગણેશ ભક્તિના માધ્યમથી સમગ્ર વિસ્તારને જોડવાનો પ્રયાસ કરનાર કૃષ્ણનગર વિસ્તારના તમામ કાર્યકર ભાઈઓ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણેશજીને 15,551 મોદક પ્રસાદ રૂૂપે ધરવામાં આવ્યા છે, જેમાં 525 કિલો ઘઉંનો લોટ (ભરડીયું) 300 કિલો ગોળ, 30 ડબ્બા તેલ, 10 નંગ દેશી ઘીના ડબ્બા, 10 કિલો ડ્રાયફ્રુટ અને બે કિલો જામફળ સહિતની સામગ્રીનો મિશ્રણ કરાયું હતું અને ભગવાન ગણેશજીના મહાપ્રસાદ તૈયાર કરાયો છે.
જામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ભક્તો માટે અગિયારસના દિવસે 15,551 મોદક તૈયાર કરીને પ્રસાદ રૂૂપે તૈયાર કરવામાં આવ્યા છે, અને ગણેશ ભક્તોને પ્રસાદનું વિતરણ કરાયું છે.
જેની સાથે સાથે ગૌમાતાની સેવા પણ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 4,000 નંગ લાડુ તૈયાર કરીને જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.