For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી

05:47 PM Jul 30, 2025 IST | Bhumika
રોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ  શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણ માટે ટીમો તૈયાર કરી

Advertisement

રાજકોટ મહાનગર પાલિકાના 5દાઘિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિ5લ કમિશનર તુષાર ડી. સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા,આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે ચોમાસાની ઋતુ દરમ્યાન વાહકજન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયાને રોગોનું પ્રમાણ વધતું હોય છે. આથી આવા રોગોના નિયંત્રણ માટે સઘન વાહકનિયંત્રણ કામગીરી કરવી આવશ્યક છે. ચોમાસાની ઋતુમાં મચ્છર ઉત્પતિ સ્થાનોમાં વધારો થતો હોય છે આથી સઘન ઝુંબેશ દ્વારા મચ્છર ઉત્પતિ સ્થાનો દૂર કરી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે વન ડે વન વોર્ડ કાર્યક્રમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ વન ડે વન વોર્ડ ઝુંબેશનો શુભારંભ શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસથી તા.01/08/2025 ના રોજ કરવામાં આવશે.જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 5દાઘિકારીઓ સહિત તમામ વોર્ડના કોર્પોરેટરઓ પોતપોતાના લગત વોર્ડમાં રહિ ઝુંબેશનો શુભારંભ કરાવશે. ત્યારબાદ પ્રોગ્રામ મુજબના વોર્ડમાં એક દિવસમાં એક વોર્ડમાં તમામ આરોગ્યની ટીમો મુકીને ટીમ વર્કથી ઝુંબેશ સ્વરૂૂપે વાહક નિયંત્રણની તમામ કામગીરી કરવામાં આવશે.

Advertisement

આ ઝુંબેશ દરમ્યાન 465 અર્બન ASHA, 114 MPHW, 40મેલેરિયાના ફિલ્ડવર્કર, 51 વેકટર કંટ્રોલ ટીમ દ્વારા પ્રોગ્રામ મુજબના વોર્ડમાં આરોગ્યલક્ષી કામગીરી કરશે.પોરાનાશક કામગીરી:ઘરની અંદર તથા આસપાસ મચ્છર ઉત્પતિ સ્થાનો જેવા કે ટાંકા, ટાંકી, બેરલ, પાણીની કુંડી, 5ક્ષીકુંજવગેરે જેવા પાત્રોને તપાસી લોકોને ઉત્પતિ અટકાયતીના 5ગલાં લેવા આરોગ્ય શિક્ષણ આ5વામાં આવશે તથા ભંગાર, બિનજરૂૂરી પાત્રો વગેરેનો નાશ કરાવવામાં આવશે તથા લાર્વીસાઇડ છંટકાવ કરવાની કામગીરી કરાવવામાં આવશે. પેરાડોમેસ્ટિક કામગીરી :- વોર્ડમાં પાણી ભરાયેલ નાના મોટા ખાડા ખાબોચીયા કે જયાં મચ્છર ઉત્પતિ સ્થાન બની શકે છે ત્યાં પં5 દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવશે.

બાયોલોજીકલ કંટ્રોલની કામગીરી :- મોટા ખુલ્લા રહેતા પાણી ભરેલા પાત્રો / સ્થળોએ પોરાભક્ષક માછલી મુકવામાં આવશે. ફોગીંગ કામગીરી : વાહકજન્ય રોગ માટે પોઝિટીવ જણાયેલ કેસમાં આસપાસના વિસ્તારમાં ચેપી મચ્છરોનો નાશ માટે ઘરની અંદર ફોગીંગની કામગીરી કરાવવામાં આવશે. કોર્મશીયલ પ્રિમાઇસીસની મુલાકાત :- રહેણાંકની સાથે શાળા, બાંઘકામ સાઇટ, હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરીવગેરે જેવી પ્રિમાઇસીસની મુલાકાત કરી વાહકનિયંત્રણની કામગીરી કરાવવામાં આવશે. આરોગ્ય શિક્ષણ :- લોકોમાં મચ્છરજન્ય રોગો તથા મચ્છર ઉત્પતિ અટકાયતી વિશે સમજ મળી રહે તે હેતુસર પત્રિકા, પોસ્ટરના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ5વાની કામગીરી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement