For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

11:29 AM Jun 04, 2025 IST | Bhumika
સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે.આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામને સંકલ્પ લેવડાવવા માં આવશે.

Advertisement

મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવો અને તમામ ભક્તોએ આરતીની થાળી અને દીપ પોતાની સાથે લઇને આવવાનું રહેશે. તમામ ભક્તોને ગંગાદશેરા ના પવિત્ર પ્રસંગે આ પાવન આયોજન માં જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement