For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લ્યો બોલો…વીરપુરમાં વરસાદને કારણે પાક નુકસાનીની સરવે કામગીરીમાં માત્ર એક જ અધિકારી…!

01:17 PM Sep 12, 2024 IST | Bhumika
લ્યો બોલો…વીરપુરમાં વરસાદને કારણે પાક નુકસાનીની સરવે કામગીરીમાં માત્ર એક જ અધિકારી…
Advertisement

કૃષિ તંત્રએ માત્ર ગ્રામ સેવક એક જ ફાળવતા ખેડૂતોમાં રોષ ફેલાયો…

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં સતત અને ભારે પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી,ખેડૂતોએ વાવેલા તુવેર, ડુંગળી, સોયાબીન,મરચી, મગફળી, કપાસ સહિતના પાકોમાં મોટો પ્રમાણમાં નુકસાન થયું હતું જેમને લઈને નુકશાન થયેલા પાકોનું સર્વે કરવા અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરી હતી જેમને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને યાત્રાધામ વિરપુર પંથકમાં આજ સવારથી પાક સર્વે કરવાની કામગીરી શરૂૂ થઈ હતી,જેમાં તંત્ર દ્વારા ખેડૂતોને પાકમાં નુકશાન થયું હોય તેમને સૌ પ્રથમ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના નામ મોબાઈલ નંબરની નોંધણી કરાવીને સર્વે કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી પરંતુ પાક સર્વેની કામગીરીમાં માત્ર એક અધિકારી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.

Advertisement

હતો,યાત્રાધામ વીરપુર જેતપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે તેમજ વીરપુરમાં સિમ વિસ્તાર મોટો અને ખેડૂત ખાતેદારો અંદાજીત તેરસો થી વધુ હોવાથી માત્ર એક ગ્રામસેવક સર્વેની કામગીરી કરતા હોવાથી વીરપુર ગ્રામ પંચાયતના સરપંચે તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સતત વરસેલા વરસાદને લઈને મોટા ભાગના પાકોમાં નુકશાન થયુ છે અને વિરપુરનો સિમ વિસ્તાર મોટો છે જેમને લઈને પાક સર્વેમાં માત્ર એક અધિકારી હોવાથી સર્વે કરવામાં બહુ લાંબો સમય લાગે છે અને જેમને કારણે જ્યાં સુધી સર્વેની કામગીરી પુરીન થાય ત્યાં સુધી તો ખેડૂતો બીજું અન્ય પાકનું વાવેતરન કરી શકે માટે ખેડૂતોએ વીરપુરમાં પાક સર્વેની કામગીરીમાં વધારેમાં વધારે કૃષિ વિભાગના અધિકારીઓ ફાળવવામાં આવે અને વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવે તો સમયસર ખેડૂતો આગળના પાકોનું વાવેતર કરી શકે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement