ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ
નિયમાનુસાર તેલની ભરતી કરવાના બદલે અમુક ઉદ્યોગોએ પેકિંગ બદલી નાખ્યા, ખૂદ તેલ-તેલિબિયા સંગઠને કરેલી ફરિયાદ
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસો.એ રાજયના ગ્રાહક બાબતોના મંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, ઘણા વર્ષોથી ખાદ્યતેલોનું પેકિંગ 500 ખક,1 લીટર, 2 લીટર, 5 લીટર,15 લીટર અને 15 કિલોના પેકિંગમાં થતું આવે છે. 15 લીટર અને 15 સલ બંને પ્રકારનું પેકિંગ કાયદાકિય રીતે માન્ય છે. માત્ર 15 કિલો માં કેટલા લીટર થાય તે પણ સાથે સ્પષ્ટ પણે વાંચી શકાય તે લખવું જરૂૂરી છે.
ઉદાહરણ તરીકે 15 કિલો અને 16.484 લીટર બંને લખવા ફરજિયાત છે અને 15 લીટરનું પેકિંગ હોય તો 15 લીટર તેમજ 13.650 સલ બંને મેન્શન કરવા ફરજિયાત છે આ ઉપરાંત 5 લીટરના પેકિંગમાં 4.550 કિલો 1 લીટરના પેકિંગમાં 0.910 ગ્રામ આમ બંને માત્રા લીટર અને કિલોમાં મેન્શન કરવું ફરજિયાત છે અને આ પેકિંગ 500 ખક, 1 લીટર, 2લીટર પછી પાંચના મલ્ટીપલમાં ભરવું ફરજિયાત છે એટલે કે પાંચ કિલો અથવા પાંચ લીટર, 10 કિલો અથવા 10 લીટર, 15 કિલો અથવા 15 લીટર એ જ માત્રમાં ખાદ્યતેલ ભરી શકાય. અત્યાર સુધી ખાદ્યતેલના ડબ્બાઓ 15 સલ અથવા 15 લીટર માં જ ભરાતા અને 15 લીટર ના ડબાના લેબલ પર 13.650 કિલો એ સ્પષ્ટ પ્રમાણે લખાતું હતું.પરંતુ હાલમાં કેટલાક મોટા ઉત્પાદકોએ 13 સલ તેલ ભરવાનું શરૂૂ કર્યું છે.
આવું કરવા પાછળ તેમનો બદઈરાદો લોકોને છેતરવાનો છે 15 લીટર ના ડબા કે જેમાં 13.650 કિલો તેલ હોય છે. તેની સરખામણીએ 13 સલ તેલ ભરી ભાવ નીચો રાખી ગ્રાહકને આ 15 લીટર નો ડબ્બો છે તેવી ભ્રમણામાં રાખી ઓછા તેલ પધરાવા નો અતિ મલીન ઈરાદો આવા એકમો ધરાવે છે. તેઓ 13 સલ ની નીચે લીટરની માત્રા એકદમ ઝીણા અક્ષરે લખે છે કે જેથી આ ડબ્બામાં 15 લીટર કરતા ઓછું તેલ છે તેનો જલ્દી ખ્યાલ ગ્રાહકોને આવતો નથી.આ ઉપરાંત 5 લીટર ના જારમાં 5 લીટર અને 4,550 સલ સ્પષ્ટ પણે લખવું જોઈએ. તેને બદલે એકદમ નાના અક્ષરે 4.350 કિલો લખી ઓછું તેલ ભરી લોકોને છેતરે છે. આ ઉપરાંત 1 લિટર પાઉચ માં 0.910 ગ્રામ લખવું જોઈએ જેને બદલે 0.870 ગ્રામ નાના અક્ષરે લખી ઓછુ તેલ ભરીને લોકોને છેતરે છે.
અત્યાર સુધી આજ એકમો પાંચ લીટર અને 4.550 સલ અને 1 લીટર અને 0.910 ગ્રામ મેન્શન કરતા હતા હવે એકાએક પાંચ લીટર એટલે 4.350 સલ અને 1 લીટર એટલે 0.870 ગ્રામ કેવી રીતે થઈ ગયું તે આશ્ચર્યજનક વાત છે કેવી રીતે થઈ ગયું તે આશ્ચર્યજનક વાત છે.આમ મનસ્વી રીતે તેલના પેકીંગ માં ફેરફાર કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. 500 એમએલ, 1 લીટર, 2 લીટર, 5 લીટર, 10 કિલો કે 10 લીટર, 15 કીલો કે 15 લીટર એ વધુ રીતે યોગ્ય હતું. તેને બદલે 13 કિલો ભરવું એનો શું મતલબ ? આ રીતેતો ગમે તે વ્યક્તિ પોતાની રીતે ભરતી કરતો થઇ જાય તો શું પરિસ્થિતિ ઉભી થાય. કોઈ 12 કિલો ભરવા લાગે, કોઈ 14 કિલો ભરવા લાગે, કોઈ 11 કિલો ભરવા લાગે તો લોકો મિસગાઇડ થવાના જ. માટે પહેલાની જેમ 500 એમએલ, 1 લીટર, 2 લીટર, 5 લીટર, 10 કિલો કે 10 લીટર, અને 15 કેજી કે 15 લીટર એમ સ્ટાન્ડર્ડ જ જાળવી રાખવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.આવી ઓછી ભરતી ભરતા લોકોનો દાવો એવો છે કે તેઓ Fortified કરેલ ખાદ્યતેલ આવા પેકિંગમાં ભરે છે તેથી આવી ઓડ ભરતી કરવાની છુટ હોય.
આવી છુટ અમારા ધ્યાનમાં તો નથી તેમજ ખાદ્યતેલમાં ફોર્ટીફિકેશન પેકિંગ કર્યા પહેલા થઇ જતું હોય તો વજન વધવાનો પ્રશ્ન રહેતો નથી પણ જો છૂટ હોય તો પણ આવા પ્રયત્નો લોકોને ગેરમાર્ગે દોરવા સમાન છે. માટે પહેલાની જેમ સ્ટાન્ડર્ડ ભરતીનો જ સરકાર આગ્રહ રાખે અને સ્ટાન્ડર્ડ ભરતીથી વિમુખ થનાર પર શિક્ષાત્મક પગલા ભરે તેવી માંગણી કરાઇ છે. સાથો સાથે સ્ટાન્ડર્ડ ભરતી ફરજિયાત કરી લોકોને છેતરતા અટકાવવા રજુઆત કરાઇ છે.
સ્ટાન્ડર્ડ ભરતીના પેકિંગ
500 ખક 0.455 ગ્રામ
1 લીટર 0.910 ગ્રામ
2 લીટર 1.820 સલ
5 લીટર 4.550 સલ
15 લીટર 13.650 સલ
15 સલ 16.484 લીટર