પ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહી આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુ
પડધરીના વિસમણની ઘટના: આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો
મૂળ રાજકોટના વતની અને પ્રેમ લગ્ન બાદ પડધરીના વિસામણ ગામે રહેતા યુવાને પત્ની મોસાળમાં રોકાવા ગયા બાદ પરત નહીં આવતા ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ રાજકોટના વતની અને હાલ પડધરીના વિસામણ ગામે રહેતા ઋત્વિક માવજીભાઈ ડાંગર નામના 23 વર્ષના યુવાને રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ઋત્વિકે અગાઉ થોરાળામાં સાથે અભ્યાસ કરતી નમ્રતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં એક પુત્રી છે પત્ની નમ્રતા ગોંડલના ગોમટા ગામે મોસાળમાં રોકાવા ગઈ હતી બે માસ બાદ ઋત્વિક તેડવા જતા તમે ત્રાસ આપો છો તેમ કહી નહીં મોકલતા ઋત્વિક ડાંગરને માઠું લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.