For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમીએ દુષ્કર્મ ગુજારી યુવતીને તરછોડી,બીજા લગ્નના 15 દીંમાં ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટતા પતિએ કાઢી મૂકી

04:29 PM Oct 18, 2024 IST | admin
પ્રેમીએ દુષ્કર્મ ગુજારી યુવતીને તરછોડી બીજા લગ્નના 15 દીંમાં ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટતા પતિએ કાઢી મૂકી

દુષ્કર્મનો ભોગ બનેલી રૈયા ગામ વિસ્તારની યુવતીએ અંતે પૂર્વ પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Advertisement

શહેરમાં રૈયાગામના એક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીના લગ્નના 15 દિવસ બાદ તે ગર્ભવતી હોવાની જાણ થતા પતિએ ઘરેથી કાઢી મૂકી હોય ભોગ બનનાર યુવતીએ આ મામલે પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મળતી વિગતો મુજબ રૈયા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અર્જુન ભીખા ઉર્ફે બાબુ અઘારિયાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહેશ જખાણિયા સાથે તેના પ્રથમ લગ્ન થયા હતા. બાર દિવસ જ સાસરે રહી હતી પતિ સાથે મનમેળ નહી થતાં છૂટું કરી પોતાના ઘરે આવી ગઈ હતી. ફેસબુક મેસેન્જર મારફત પિતાના ઘર પાસે રહેતા અર્જુન ભીખા ઉર્ફે બાબુ અઘારિયા સાથે પરિચય થતાં બંને વચ્ચે. મનમેળ થઈ જતાં રૂૂબરૂૂ મળ્યા હતા. અવાર-નવાર વાતચીત પણ કરતા હતા અને બન્ને પ્રેમસંબંધમાં બંધાયા હતા. બન્ને અવારનવાર મળતા પણ હતા.

Advertisement

ચારેક મહિના પહેલાં આરોપીએ તેને ઘરે બોલાવી હતી. તે વખતે તેને કહ્યું કે હું તને પ્રેમ કરૂૂ છું, તારી સાથે જ લગ્ન કરીશ, તારા પિતા નહીં માને તો તને ભગાડીને લગ્ન કરી લઈશ, આખી જિંદગી સાથે રાખીશ, તને બીજે કયાંય નહીં જવા દઉં. આ પ્રકારની વાતો કરી તેને ભોળવ્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો.અર્જુને આવું અનેક વખત કર્યું હતું. યુવતીના લગ્ન માટે પરિવારજનો મુરતિયાં શોધતા હતા ત્યારે યુવતીએ અર્જુન સાથે લગ્નની વાત કરતા અર્જુને લગ્નનો ઇનકાર કરી દીધો હતો.

જેથી યુવતીના પરિવારજનોએ એક મહિના પહેલાં સાગર નામના યુવાન સાથે લગ્ન કરી દીધા હતા. લગ્નના 15 દિવસ બાદ પત્ની ગર્ભવતી હોવાની સાગરને જાણ થતાં સાગરે પત્નીને કાઢી મૂકી હતી. તેના ભાઈ- ભાભી ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ ગયા હતા. ત્યારે તેના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાળક અર્જુનનું હોવાનું અને અર્જુને બળજબરી કરી હોવાનું યુવતીએ પરિવારજનોને વાત કરતા અંતે આ મામલે અર્જુન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવતા યુનિવર્સીટી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement