For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનિવર્સિટીમાં ABVP દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર-રામધૂન

05:39 PM Feb 07, 2024 IST | Bhumika
યુનિવર્સિટીમાં abvp દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર રામધૂન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતા વિવિધ અગિયાર મુદાઓની વારંવાર રજૂઆત છતાય કોઇ જ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિની ચેમ્બર બહાર રામધૂન સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એબીવીપીની યાદી મુજબ પીએચડી ના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપેલ હતું જેમાં આપ શ્રીએ સમિતિ ગઠનનું બાંહેધરી આપેલ હતી જે અત્યાર સુધી થયેલ નથી. યુનિવર્સિટીના સુરક્ષા ના વિષય અને સીસીટીવી કેમેરાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાબતે પણ કામ થયેલ નથી. ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતમાં પણ કોઈ કામ થયેલ નથી ભોજન વ્યવસ્થા પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં છે. એસટી-એસસી વિદ્યાર્થી બહેનો ની હોસ્ટેલ પ્રવેશ ફી પરત કરવામાં આવી નથી. આવેદનમાં જણાવાયું છે કે, કૃપાગુણ આપવામાં ગેરરીતિ થાય છે જેને લઇ કુલપતિ મૌખિક લેખિત રજૂઆત કરેલ હતી, સેક્શન 166 અને 167 પર ત્વરિત વિદ્યાર્થી હિત માં નિર્ણય કરવા માં આવે. યુનિવર્સિટીના મુખ્ય માર્ગો સિવાયના બધા જ માર્ગો વિદ્યાર્થીઓને સુરક્ષા ને લઈ બંધ કરવામાં આવે તથા બધા ભાવનોના વિદ્યાર્થીઓને આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવે જેથી બહારના અસામાજિક તત્વો યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી ન શકે. રમત-ગમત છાત્રાલય અને બોયઝ હોસ્ટેલમાં ભોજનાલય ચાલુ કરવામાં આવે અને યુથ ફેસ્ટિવલ નું આયોજન ત્વરિત ધોરણે કરવામાં આવે તથા હજારો વિદ્યાર્થીઓ ના ભાવિ ને ધ્યાન માં રાખી પદવીદાન સમારોહ ટુંક સમયમાં યોજવામાં આવે અને સંસ્કૃત ભાષામાં ખોટી રીતે એક વિદ્યાર્થીનીને પીએચડી પૂર્ણ કરાવનાર ગાઈડ તથા ગુનેગાર વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement