For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાન

11:48 AM Nov 22, 2024 IST | Bhumika
દ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાન
Advertisement

યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ - સુદામા સેતુ વર્ષ ર011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂૂ કરાયા બાદ ર016માં લોકાર્પણની સાથે જ ગોમતી ઘાટ અને સામે આવેલ પંચનદ તીર્થ તથા બીચ પર જવા માટેના પ્રમુખ સ્ત્રોત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની ગયેલ. દ્વારકા આવતા દરેક યાત્રીક સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા થયેલ અને ગોમતી નદી, જગતમંદિર, સનસેટ અને બીચ લોકેશનના સંગમ સમા જગતમંદિરની નજીક બનેલ સુદામા સેતુ જગતમંદિર બાદ પર્યટકોની પ્રથમ પસંદ બની.

રહેલ. પરંતુ આશરે સવા બે વર્ષ પહેલા મોરબી દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ થયેલ સુદામા સેતુની મરમ્મતની કામગીરી હજુ સુધી ન થતાં તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે ખૂલ્લો મૂકવામાં આવેલ નથી.

Advertisement

યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં દિપાવલી પર્વથી દેવ દિવાળી સુધીના પખવાડિયાના વેકેશનના સમયગાળામાં લાખો યાત્રીકોએ જગતમંદિરની મૂલાકાત લઈ દ્વારકાધીશના દર્શન કર્યા હોય સ્વાભાવિક રીતે જો સુદામા સેતુ યાત્રીકો માટે ખૂલ્લો રાખી શકાયો હોત તો લાખો યાત્રીકોએ આ બેનમૂન ફુટબ્રીજની મુલાકાત લીધી જ હોત. યાત્રીક દીઠ રૂૂપિયા 10 ના ચાર્જ સાથે પ્રવેશ અપાતા આ બ્રીજ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને લાખો
રૂૂપિયાની નુકસાની ગયાનો અંદાજ છે. હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચકક સીઝન શરૂૂ થઈ રહી હોય લાખો પ્રવાસીઓ નાતાલના વેકેશન તેમજ સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામની મુલાકાતે આવનાર હોય છેલ્લાં સમયમાં અગ્રણીઓએ પણ એક થી વધુ વખત સુદામા સેતુ ખૂલે તેવી માંગ ઉઠાવી હોય ત્યારે વહીવટી તંત્ર સુદામા સેતુને પુન: શરૂૂ કરી શકાય તે દિશામાં કાર્યવાહી કયારે કરે છે તે જોવાનું રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement