સોમનાથ જિલ્લામાં નવાબંદર નજીકના દરિયામાં શિપે બોટને અડફેટે લેતા લાખોનું નુકસાન
ગીર સોમનાથ જીલ્લામાં નવાબંદર નજીકના દરીયામાં ગત મધ્યરાત્રીના સમયે અકસ્માત સર્જાયેલ જેમાં વેરાવળના ભીડીયા વિસ્તારની ફીશીંગ બોટને લાખો રૂૂપીયાનું નુકશાન થયેલ જયારે બોટના ટંડેલ સહીતના ખલાસીઓનો બચાવ થયેલ હતો. આ બનાવ અંગે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે. આ બનાવની પ્રાપ્ત માહીતી મુજબ નવાબંદર નજીકના દરીયામાં ગત મધ્યરાત્રીના સમયે અકસ્માત સર્જાયેલ જેમાં એંકર કરેલ ફીશીંગ બોટને શિપ દ્વારા હડફેટે લીધેલ હતી.
આ બોટમાં સુતેલા ટંડેલ તથા ખલાસીઓનો બચાવ થયેલ હતો. મુળદ્વારકા પર જઇ રહેલ આ ખાનગી કંપનીની શીપ દ્વારા અકસ્માત કરી નાસી છુટેલ હોય જે અંગે બોટ માલીક તેમજ ભીડીયા ખારવા સમાજ બોટ એસો. દ્વારા મરીન પોલીસમાં લેખીત ફરીયાદ નોંધાયેલ છે. આ અંગે ભીડીયા ખારવા સમાજ બોટ એસો.ના પ્રમુખ ડાલકી રમેશભાઈ તેમજ બોટ માલીક ભરતભાઇ કોટીયા દ્વારા નવાબંદર પોલીસને આપેલી લેખીત ફરીયાદમાં જણાવેલ કે, ભીડીયા વિસ્તારમાં રહેતા બોટ માલિક ભરતભાઈ ભાઇલાલભાઇ કોટિયા ની મહાકાલ નામની બોટ રજી. નં. આઇએનડી જી.જે. 32 એમ.એમ. 869 ની ગત તા.16/08/2024 નાં વેરાવળ ભીડીયા બંદરેથી ફિશીંગ માટે નીકળેલ હતી.
તા.02-09-2024 નાં રાત્રીના સમયે બોટ દિવ સાઈડ દરિયામાં લાંગળેલ (એંકર ઉપર) હતી તેમજ બોટમાં ટંડેલ જગદીશભાઈ દેવશીભાઈ વાજા રહેલ તે દરમ્યાન રાત્રીના 11-50 મીનીટે અંબુજા લક્ષ્મી સિમેન્ટ જહાજ નંબર આઇ.એમ.ઓ. 09241372 વાળુ જહાજ પસાર થયેલ અને મહાકાલ નામની બોટને થોકર માળી ભાગી ગયેલ તેમજ અકસ્માત કરેલ જેને લીધે બોટ ટોટલ લોસ્ટ જતા બોટ માલિકને લાખો રૂૂપિયાનું નુકશાન થયેલ છે આ બાબતે યોગ્ય પગલા લઈ વળતર ચૂકવવાં ની માંગ કરેલ છે. આ લેખીત ફરીયાદની જાણ મરીન પોલિસ, વેરાવળ, પોર્ટ ઓફિસર વેરાવળ, મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક, વેરાવળ, કમિશ્નર ઓફ ફિશરીઝ, ગાંધીનગર સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.