For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભગવાન જગન્નાથજી કાલે નીકળશે નગરચર્યાએ

04:47 PM Jun 26, 2025 IST | Bhumika
ભગવાન જગન્નાથજી કાલે નીકળશે નગરચર્યાએ

રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી અપાટી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. 27/6/2025 ને શુક્રવારે સવારે 8:00 વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે, રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી 1ઠા ાહેબ શ્રી માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે. રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર બનશે.
રથયાત્રાના રૂૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે, રથયાત્રા સવારે 8:00 વાગે નિજ મંદિરેથી નીકળી 26 કિ.મિ. રૂૂટ ઉપર ફરી સાંજે 7:00 વાગે મંદિરે પરત ફરશે. આ વખતના મામેરાના યજમાન પ્રવિણસિંહજી બાપુભા જાડેજા (માં પેટ્રોકેમ-નાના મૌવા રાજકોટ), ધ્વજારોહણના યજમાન બ્રિજેશ પાંડેજી, સુબેસિંગ શર્મા, વરવાભાઈ ટારીયા તેમજ વિશિષ્ટ પુજનના યજમાન દિપકભાઈ કાકુ, કમલેશભાઈ સાકરીયા, વાઘાવસ્ત્રના યજમાન બાબુભાઈ સાંગાણી, ખુશાલભાઈ સાંગાણી, નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજનના યજમાન ઉદયભાઈ લોહાર, તા. 26/6/2025, ગુરૂૂવારે રાત્રે 10:30 વાગ્યે નેત્રવિધી પુજન યોજાશે જેના યજમાન આનંદસિંહ ઠાકુર, ઓમ પ્રકાશ રામાધીનસિંહ, સુરેશભાઈ મગનભાઈ વસોયા, તા. 27/6/2025, શુક્રવારે સવારે 7:00 વાગ્યે છપ્પનભોગ ધરવામાં આવશે જેના યજમાન અભયભાઈ ભારદ્વવાજ અને નીતીનભાઈ ભારદ્રવાજ પરીવાર, તા. 27/6/2025, શુક્રવારે સાંજે 7:00 વાગ્યે સાધુ-સંત ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના યજમાન મનહરસિંહ મુળુભા જાડેજા (હ. કરણસિંહ જાડેજા નાનામૌવા) મંદિર સુશોભનના યજમાન પ્રદિપસિંહ જાડેજા આશીર્વાદ મંડપ સર્વિસ નાનામૌવા, ફૂલહાર સુશોભનના યજમાન સ્વ.મઘીબેન નોંધાભાઈ જુજા (હ. કરણ રાજુભાઈ કુંજા), બાલકદાસ બંસીદાસ દેવમુરારી, રથ પૂજનના યજમાન હરદેવસિંહ જીવુભા જાડેજા નાનામૌવા, હિતેશભાઈ સાપરીયા, ઇશ્વરચંદ શર્મા, હાર્દિકભાઈ બારોટ, બાલભોગના યજમાન વિજયભાઈ વસોયા, રસિકભાઈ ગોરસીયા, સાધુ-સંતોના વસ્ત્રદાનના યજમાન વિજયભાઈ ગર્ગ, લાઈટ ડેકોરેશનના યજમાન જય જગન્નાય લાઈટ ડેકોરેશન વગેરે છે.

Advertisement

તા. 27/6/2025 શુક્રવારે સવારે 6:00 વાગે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે, ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહા આરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. મહાનુભાવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન થશે. રથયાત્રા નિજ મંદિરેથી સવારે 8:30 વાગ્યે પ્રારંભ થશે જે મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજ મંદિર યાત્રા પૂર્ણ થશે. 26 કીમીના રૂૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્રારા સ્વાગત કરવામાં આવશે. બપોરે 1:00 વાગ્યે શ્રી માંધાતાસિંહના પેલેસમાં ભકતજનો પ્રસાદ લઇ વિરામ કરશે. રથયાત્રામાં વૃંદાવનની રાસમંડળી, ઉજજૈનનું અઘોરી ગૃપ અને બાહુબલી હનુમાનજી નગરજનોને મનોરંજન પીરસશે. રથયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રારામંડળીઓ, મુખ્ય ત્રણ રથ જેમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજશે. ત્યારબાદ મગના પ્રસાદનો રથ, ત્યારબાદ સુશોભીત ફલોટસ સાથેના વાહનો જોડાશે. તેમ જગન્નાથ મંદિરના મહંત 1008 મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement