For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે રામના નામે લૂંટ: અયોધ્યાના વિમાની ભાડા આસમાને

04:14 PM Dec 23, 2023 IST | Bhumika
હવે રામના નામે લૂંટ  અયોધ્યાના વિમાની ભાડા આસમાને

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લાભ ખાટવા એરલાઈન્સ કંપનીઓ વચ્ચે હોડ, ટિકિટ ભાડામાં બેથી અઢી ગણો વધારો

Advertisement

એરલાઈન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને મોકો મળે ત્યારે વિમાની ભાડામાં લુંટવામાં આવે છે. તહેવારોની સીઝન હોય કે, વર્લ્ડ કપની મેચો હોય, એરલાઈન્સ કંપનીઓએ દરેક વખતે ઉઘાડી લુંટ ચલાવી છે હવે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના નામે ભાવિકોને લુંટવાનું શરૂ કર્યું છે અને દેશનાં વિવિધ શહેરોની અયોધ્યા સુધીના વિમાન ભાડામાં અનેકગણો વધારો ઝીંકી દીધો છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ અને અન્ય વાહનોમાં ટિકિટ બુક કરાવી રહ્યા છે. 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ શરૂૂ થઈ રહી છે. મુસાફરોના ધસારો વધતા જ એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો કર્યો હતો. અમદાવાદથી અયોધ્યા સુધીની ફ્લાઇટના અગાઉ 3,999 રૂૂપિયા હતા જેના માટે હવે 7,000થી 10,000 તોડવામાં આવી રહ્યાં છે.
જેમ જેમ ઉત્સવનો પ્રંસગ નજીક આવતો જાય તેમ તેમ ફ્લાઈટના ભાડામાં વધારો થશે. અગાઉ પણ અમદાવાદથી અયોધ્યા પહોંચવા માટે હવાઈ મુસાફરીનો ઉપયોગ થતો હતો પરંતુ એમાં એક કે બે સ્ટોપ બાદ અયોધ્યા પહોંચી શકાતું હતું, જે હવે ડાયરેક્ટ ફ્લાઇટથી 1 કલાક 50 મિનિટમાં પહોંચી શકાશે. મહત્વની બાબત છે કે 30 જાન્યુઆરી, 2024થી ફરી એના ભાવ નીચે આવતાં 5,000માં અયોધ્યા પહોંચી શકાશે એવી શક્યતા સેવાઈ રહી છે.

Advertisement

આ બધા વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે.

ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે.

અયોધ્યાનું રામ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ 500 વર્ષની લાંબી લડાઈ બાદ શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂૂ થઈ શક્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશના લગભગ ચાર વર્ષ બાદ અયોધ્યામાં નિર્માણ કાર્ય શરૂૂ થયું, જેમાં લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં એવું રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જેને આવતા હજાર વર્ષ સુધી કોઈ સમારકામની જરૂૂર નહીં પડે. એટલું જ નહીં, નાગર શૈલીમાં બનેલા રામલલ્લાના આ ભવ્ય મંદિરની ઓળખ યુગો સુધી રહેશે. મંદિરને પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંત ભાઈ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement