ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જન્મ-મરણનાં દાખલા માટે અપૂરતા સ્ટાફને લીધે શહેરીજનોની લાંબી લાઈનો

05:46 PM Nov 15, 2025 IST | admin
Advertisement

સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનરને કોંગ્રેસની રજૂઆત

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી સમયે જ્યાં માનવી ત્યાં સુવિધા અને રાજકોટની જનતાને અડધી કલાક પાણી વિતરણ સહિતના અનેક વચનો આપી શાસનની ધુરા સંભાળી હતી. વચનોની લહાણી વચ્ચે આજે પાંચ વર્ષને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે.

મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે કે નીચેથી ઉપર સુધી શાસકોને સ્પષ્ટ બહુમતી છે 4 ધારાસભ્યો 2 સાંસદ અને 68 ભાજપના કોર્પોરેટરો હોવા છતાં અને રાજકોટની જનતાએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા હોવા છતાં લોકોને જન્મ મરણના દાખલાઓ માટે કલાકો સુધી તપ કરવું પડે છે. અને વારંવાર ધક્કા ઓ પણ થાય છે. કામ ધંધા મૂકીને લોકોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે બેઠક વ્યવસ્થા ના અભાવના પગલે નીચે બેસવું પડે છે. છેલ્લા છ મહિના થી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસની નીચે જ જન્મ મરણ વિભાગ આવેલ હોય અને જન્મ મરણ કઢાવવા માટેની દરવાજા સુધી લાંબી લાઈનો લાગતી હોય છતાં પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

રાજકોટ મહાનગરપાલિકા થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી એટલે કે નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્રણેય સરકારો વચ્ચે સંકલનના અભાવે વખતો વખત કનેક્ટિવિટી બંધ, સર્વર ડાઉન, નેટવર્કમાં ખામી, નવું પોર્ટલ ઉપરથી જ નેટ સ્લો ચાલતું હોય આ પ્રકારની અનેક ખામીઓના પગલે લોકોને હાલાકી ભોગવવી પડે છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યું છે કે જન્મ મરણ માં અપૂરતા સ્ટાફ ના પગલે શહેરીજનોને દાખલાઓ માટે લાંબી લાંબી લાઈનો અને કલાકો સુધી તપ કરવું પડે છે અને અફડા તફડીનો માહોલ સર્જાઈ રહ્યો છે આ સમસ્યાનું નિરાકરણ સત્વરે લાવવું જોઈએ જરૂૂર પડે નવી ભરતી અને કોન્ટ્રાક્ટ દ્વારા કર્મચારીની નિયુક્તિ કરી જન્મ મરણ વિભાગમાં દાખલાઓ માટે ની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. પદાધિકારીઓ જન્મ મરણ વિભાગમાં વખતો વખત આવી અને બણગાં ફૂંકી ગયા છે કે હવે લાંબી લાઈનો નહીં લાગે અને ફોટો સેશન કરનારા પદાધિકારીઓ હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમ અંતમાં શહેર પ્રમુખ ડો રાજદીપસિંહ એ જણાવ્યું છે.

Tags :
birth and death certificatesgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement