For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત

11:26 AM Jun 14, 2025 IST | Bhumika
ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા  26 હજાર કર્મચારીઓ તૈનાત

825 કેન્દ્રો ઉપર 2.47 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, પારદર્શક વ્યવસ્થા માટે બાયોમેટ્રીક વેરિફિકેશન બાદ જ પ્રવેશ

Advertisement

ગુજરાતમાં આવતીકાલે તા.15 જુનને રવિવારના રોજ ભરતીબોર્ડ દ્વારા પોલીસ લોકરક્ષક દળની 12000 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ થાય નહીં અને પારદર્શક રીતે પરીક્ષા લેવાય તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પરીક્ષામાં આશરે 2.47 લાખ પરીક્ષાર્થીઓ લેખિત પરીક્ષા આપનાર હોય, રાજ્યની 825 શાળાઓમાં સીસીટીવી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 8 હજારથી વધુ પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવનાર છે. આ પરીક્ષા માટે બાયોમેટ્રિક વેરિફીકેશન ફરજિયાત કરાયું છે.

Advertisement

જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવેલી શારીરિક કસોટીમાં 10,73,000 જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરમાં ઉત્તીર્ણ થયેલા કુલ 2,47,803 ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ 825 શાળાઓમાં CCTV ની સંપૂર્ણ નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે. પરીક્ષા માટેના કોલલેટર તા. 07 જૂન, 2025 થી ડાઉનલોડ કરવાનું શરૂૂ થઈ ગયું છે.

પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ભરતી બોર્ડ કટિબદ્ધ છે. આ હેતુસર 8,000 થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ અને 18,000 થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રિક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરવામાં આવશે અને રાજ્ય ભરતી કંટ્રોલરૂૂમ, કરાઈ ખાતેથી તેનું મોનીટરીંગ કરવામાં આવશે, સાથે જ પોલીસ એસ્કોર્ટ પણ રાખવામાં આવેલ છે.

સરકારશ્રીના ગૃહવિભાગના તા. 07/02/2024 ના જાહેરનામા ક્રમાંક: GHG/21/2024/MHK/1010/1393/C અન્વયેના પરીક્ષા નિયમ અનુસાર, પરીક્ષા OMR પદ્ધતિમાં હશે. તેમાં 200 પ્રશ્નો, 200 ગુણ અને 3 કલાકનો સમય રહેશે. જેમાં „ Part-A માં 80 પ્રશ્નો, 80 ગુણ અને Part-B માં 120 પ્રશ્નો, 120 ગુણ હશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત રહેશે.

તમામ શહેર/જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરશ્રીઓ/રેન્જ વડાશ્રીઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP/DIGP/SP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.

ઉમેદવારોને સવારે 7.30 કલાકે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા સૂચના
પરીક્ષા સવારે 09:30 થી 12:30 સુધીની છે. પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોના બાયોમેટ્રિક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી, કોલલેટરમાં 07:30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવેલ છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવા હિતાવહ છે.

ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST વિભાગ) ને વિનંતી કરવામાં આવી છે, જેને ધ્યાને લઇ નિગમ દ્વારા તા. 14/06/2025 અને તા. 15/06/2025 દરમિયાન જરૂૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ ST નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસિસનું ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement