લોકસભા મિશન 2024, શુક્રવારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક
લોકસભા 2024 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ નામ જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે. ભાજપ દ્વારા 26 લોકસભા સીટો પર તો કાર્યાલયો પણ શરૂૂ કરી દેવામાં આવ્યા છે.
તેમજ મીટીંગોનો દોર શરૂૂ થયો છે. હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્લીમાં મંથન થશે. 9 ફેબ્રુઆરીએ દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની સ્કિનિંગ કમિટીની બેઠક મળશે. બેઠકમાં સ્કિનિંગ કમિટીના સભ્યો, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતા હાજર રહેશે. તેમજ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈ ચર્ચા થશે. થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવેલા કેઝરીવાલે આગામી લોકસભાની ચૂ્ંટણી 2024 ને લઈ ભરૂૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યુ હતું.