ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર: 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન, 4 જૂને આવશે પરિણામ
લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે.
લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીઓ પર નજર છે. તેમણે કહ્યું કે અમે નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે આયોગની ટીમે તમામ રાજ્યોમાં સર્વે કર્યો છે અને તમામ વ્યવસ્થા કરી છે.