જામનગરના ધન્વંતરી મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષો કાપી નાખતા સ્થાનિકોમાં નારાજગી
એક તરફ સરકાર વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજી તરફ જામનગરના આયુર્વેદ સંકુલમાં ત્રણ વૃક્ષ કાપી નાખવામાં આવતાં ચર્ચા જાગી છે.
જામનગર ના ધનવંતરી મંદિર ગ્રાઉન્ડમાં ત્રણ મોટા વૃક્ષો કાપવામા આવ્યા છે.આથી પર્યાવરણ પ્રેમીઓ માં રોષ ની લાગણી વ્યાપી છે. આ ત્રણ વૃક્ષો ઔષધીય વૃક્ષો હતા. જે દવા બનાવવામા ઉપયોગી હતા. આ ત્રણ વૃક્ષો કોઈ પણ જાતના નડતરરૂૂપ પણ ન હતા, છતાં તેને કાપી નાખવામાં આવતાં નારાજગી જોવા મળી રહી છે.
જ્યારે તંત્ર દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ વૃક્ષો આયુર્વેદના નહીં, પરંતુ ઇટ્રા વિસ્તાર ના છે. આ કોઈ મહાકાય વૃક્ષ ન હોતું, માત્ર છ થી સાત ફૂટ હાઈટ નું હતું, અને એનો ઘેરાવો પણ ત્રણ થી ચાર ફૂટ નો હતો. વધુ માં આ વૃક્ષો છે, એ શિફ્ટ કરવા.નો પ્રયત્ન કરેલો હતો, અને સ્ટેજ ની બાજુ માં ખાડો ખોદી અને તરત જ ગઇ કાલે તેને પુન: રોપી પણ પણ.દેવામાં આવ્યા હતા.