ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી

05:10 PM Jan 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પણ 16મી મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે

પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ

1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ
કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે
16 ફેબ્રુઆરીએ મતદાન
18 ફેબ્રુઆરીએ મતગણતરી
ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકા બાકાત
હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય

 

Tags :
66 Municipal ElectionElectiongujaratgujarat newsMunicipal Election DateMunicipal Election In Gujarat
Advertisement
Next Article
Advertisement