લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ
રાજકોટના લોકમેળા માટે સરકારે વચલો રસ્તો કાઢયો, ફાઉન્ડેશન માટે આર.સી.નો આગ્રહ નહીં રખાય, 60 દિવસના બદલે 30 દિવસમાં લાઇસન્સ અપાશે
રાજકોટમા આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન યોજાનાર લોક મેળો સરકારી ગાઇડલાઇનનાં કારણે જોખમમા મુકાઇ જતા હવે રાજય સરકારે વચલો રસ્તો કાઢયો છે અને લોક મેળામા મોટી યાંત્રિક રાઇડસના નિયમોમા ફેરફાર કર્યા વગર નિર્ણય લેવાની તમામ સતા સ્થાનિક કલેકટર અને પોલીસ કમિશનર સહિતનાં અધિકારીઓને આપી દીધી છે ત્યારે હવે જો અધિકારીઓ થોડી છૂટછાટ આપે તો મોટી યાંત્રિક રાઇડસો સાથે લોકમેળો યોજાય તેવી શકયતા છે.
રાજય સરકારનાં ગૃહ વિભાગનાં ઉપ સચિવ દ્વારા આજે તમામ કલેકટર તથા પોલીસ કમિશનરોને એમ્યુઝમેન્ટ રાઇડસ તેમજ ગેમીંગ ઝોન એકિટવિટી માટે ટેમ્પરરી મેળાઓને લાયસન્સ આપવા બાબતે સૂચનો આપ્યા છે.
પત્રમા જણાવેલ છે કે , મળેલ સત્તા મુજબ તમામ જિલ્લાઓ અને શહેરો ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર દ્વારા પોતાના ક્ષેત્રાધિકાર માટે એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ રોટી રૂૂલ્સ, 2024 બનાવેલ છે તથા જરૂૂરીયાત જણાતાં રાદર નિયમોમાં સુધારા-વધારા પણ કરી શકે છે.
સદર નિયમોના અમલીકરણ બાબતે મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસીએશન, અમદાવાદ તથા અન્ય આનંદ મેળાઓ (ટેમ્પરરી મેળાઓ) ના આયોજકો દ્વારા આનંદ મેળા અંગેનું લાયરાન્ટા મેળવવા પડતી અગવડો બાબતે અત્રે રજૂઆતો કરેલ. જે ધ્યાને રાખી આનંદ મેળાના આયોજકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહ વિભાગ ખાતે તા.16 ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઇડ્રા અને ગેમીંગ ઝોન એકિટવિટીઝ રોફટી રૂૂલ્યા, 2024 ના દાયરામાં રહી, આનંદ મેળા સાથે લોકોની જોડાયેલી સાંસ્કૃતિક ભાવનાઓ, સામાજિક આસ્થાઓ, પરંપરાઓ તથા લાગણીઓને ધ્યાને રાખી, આનંદ મેળાના આયોજકોને સમયમર્યાદામાં લાયસન્ટા મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવેલ. આ બેઠકમાં થયેલ ચર્ચાનુસાર રાજ્યના તમામ જિલ્લાઓ/શહેરોમાં અમલી એમ્યુઝમેન્ટ રાઇરા અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ રોટી રૂૂલ્યા, 2024 માં જરૂૂર જણાયેથી સુધારાઓ કરવા માટે સૂચન આપવામાં આવે છે.
હાલના નિયમ મુજબ અરજદારને લાયસન્સની અરજી કર્યાના દિન-60ની સમયમર્યાદામાં લાયસન્સ આપવાનું રહે છે અથવા કારણો રાહિત નકારવાનું રહે છે. સામાન્ય રીતે ચોકરા તહેવારો/તારીખો દરમિયાન આનંદ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ ચોકકરા સમયગાળા દરમિયાન આનંદ મેળાઓનું આયોજન થઇ શકે અને મેળાના આયોજકો પણ મેળા/રાઇડ્સ માટે જરૂૂરી માળખું ઉભું કરી શકે તે માટે, આનંદ મેળાઓના કિરરસામાં લાયરારા આપવાની રામયમર્યાદાને દિન-30 કરવામાં આવે તે હિતાવહ જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવે છે.
સદર નિયમો હેઠળ સંબંધિત સિટી/ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં નિમણૂક થયેલા ઇજનેરોને એમ્યુઝમેન્ટ રાઇડ્રા/ગેમીંગ ઝોન/આનંદ મેળાઓના ઇન્ટપેક્શન માટે એકથી વધુ જિલ્લાઓ/શહેરોની જવાબદારી આપવામાં આવેલ હોવાનું ધ્યાન પર આવેલ છે. જો રાદર કમિટીમાં, જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ રથાનિક રારકારી ઇજનેરોની નિમણૂક કરવામાં આવે તો આનંદ મેળાઓને લાયસન્સ આપવા દિન-30ની સમયમર્યાદામાં નિયમાનુસાર લાયસન્સ આપવામાં સરળતા ઉભી થાય તથા નિશ્ચિત રામયે મેળાઓનું આયોજન થઇ શકે. જેથી રાદર કમિટીમાં જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-2 કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઈજનેરોનો સમાવેશ કરવામાં આવે તે ઉચિત જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવે છે.
ટેમ્પરરી મેળાના આયોજકોએ જે તે રાઇડ્સ માટે જરૂૂર જણાયેથી ચાર્ટડ એન્જિનીયર દ્વારા સૂચવાયેલ સાઇલ સ્ટેબિલિટી રીપોર્ટ તેમજ રાઇડ્સની લોડ બેરિંગ કેપેસીટી તથા અન્ય જરૂૂરી વિગતોને ધ્યાને લઈ ફાઉન્ડેશન તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે. સંબંધિત રાઇડ માટે જો જરૂૂર જણાતી ન હોય તો આર.સી.સી. ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
ટેમ્પરરી મેળાના આયોજકો દ્વારા અમુક ચોકકરા દિવસો/મહિનાઓ (વધુમાં વધુ ત્રણ મહિનાઓ) માટે લાયસન્સ મેળવવા અંગે અરજી કરવામાં આવતી હોય છે. આ ઓપરેશન લાયરાન્સની ગણતરી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી (અરજદારે તેઓની અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહત્તમ 90 દિવસની મર્યાદામાં) ગણવાની રહેશે.
આમ ઉપરની તમામ વિગતો ધ્યાને લેતા ટેમ્પરરી મેળાનાં આયોજકોને સમયમર્યાદામા નિયમાનુસાર લાયસન્સ મળી રહે તે માટે સંબંધિત જિલ્લા / શહેર ખાતેની લાયસન્સીંગ ઓથોરીટીએ જરુર જણાયેથી ઉપર મુજબનાં સુચનો ધ્યાને રાખી એમ્યુઝમેન્ટ રાઇડસ અને ગેમીંગ ઝોન એકિટવિટીઝ સેફટી રુલ્સ મા જરુરી સુધારા - વધારા કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.
GST વાળા બિલ રજૂ કરવા મુદ્દે કોઈ બાંધછોડ ન કરતા સંચાલકો હજુ ગુંચવણમાં !
એમ્યુઝમેન્ટ રાઈડસ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી, ટુલ્સ, 2024 અંતર્ગત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે સ્થાનિક લેવલે જરૂર પ્રમાણે નિયમોમાં છુટછાટ આપ્યા બાદ GST મુદ્દે રાઈટસ સંચાલકો હજુ અવઢવની સ્થિતિમાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાઈડ સંચાલકો પાસે રાઈડના જરૂરી જીએસટી વાળા બીલોનો અભાવ હોય છે તેમ કે મોટાભાગની રાઈડો જીએસટી લાગુ થયા તે પહેલા ખરીદાયેલી છે. આ મુદ્દે સરકાર દ્વારા કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. જેથી રાઈડ સંચાલકો હજુ પણ આ અંગે શું કરવું તે વિચારી રહ્યાં છે. SOP મુજબ જીએસટી વાળા બીલનો આગ્રહ રાખવામાં આવે તો અનેક રાઈડ સંચાલકોએ ફરજિયાત પણે મેળાનો બહિષ્કાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.